Tuesday, September 21, 2021
Homeચીન સાથે ટ્રેડ ડીલ મુદ્દે ચાર સપ્તાહમાં ઉકેલ, ટ્રમ્પે કહ્યું - સમાધાન...
Array

ચીન સાથે ટ્રેડ ડીલ મુદ્દે ચાર સપ્તાહમાં ઉકેલ, ટ્રમ્પે કહ્યું – સમાધાન નહીં તો કરાર પર હસ્તાક્ષર નહીં

વોશિંગ્ટનઃ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ચીન ટ્રેડ ડીલ ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે, પરંતુ અમેરિકા એ વાત પર ભાર આપશે કે તેની તમામ ચિંતાઓનું સમાધાન થાય, નહીં તો એડમિનિસ્ટ્રેશન કોઇ કરાર પર હસ્તાક્ષર નહીં કરે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું, એવું લાગી રહ્યું છે કે, કરાર યોગ્ય દિશામાં જઇ રહ્યા છે. તેઓએ અમેરિકન ડિમાન્ડનો ઉલ્લેખ કરતા કહ્યું, તમામ વાતો સામેલ થઇ ગઇ, એવું કશું જ નથી જેના પર ચર્ચા ના થતી હોય. તેઓ કોન્ફરન્સ બાદ ચીનના બિઝનેસ એમ્બેસેડર લીઉ હી સાથે મુલાકાત કરશે.

ઉકેલ વગર સમાધાન નહીં: ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું, આ મોટો કરાર થવા જઇ રહ્યો છે. જો આવું નહીં તો અમે હસ્તાક્ષર નહીં કરીએ. ગત વર્ષે ટ્રમ્પે ચીનની સાથે ટ્રેડ વૉર શરૂ કરી હતી અને અમેરિકાની સાથે ચીને ઝડપથી વધતા ટ્રેડ સરપ્લસને ઘટાડવાના પ્રયાસ કર્યા હતા. અમેરિકન ટેક્નોલોજીની ચોરી જેવી અનુચિત વેપાર નીતિઓ પર સંપુર્ણપણે વિરામ લગાવી દીધો હતો. આશા છે કે, ટ્રમ્પ અને ચીનના પ્રતિનિધિમંડળ બાદમાં પ્રેસ કોન્ફરન્સ સામે વધુ ટિપ્પણી કરશે.

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો અમેરિકા સાથેના વિવાદોને નજરઅંદાજ કરી ચીન અમારી સાથે ટ્રેડિંગ કરવાનું વિચારી રહ્યું છે તો આ ડીલ મુશ્કેલીમાં મુકાશે. ટ્રમ્પે આ ટ્રેડ ડીલ વિશે મોટી જાહેરાત આગામી ચાર અઠવાડિયામાં કરે તેવા સંકેતો આપ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments