Tuesday, December 7, 2021
Homeચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં 5 જજની બેંચ કરશે સુનાવણી
Array

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં 5 જજની બેંચ કરશે સુનાવણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજની બેંચ અયોધ્યા વિવાદ પર સુનાવણી કરશે. કેસની સુનાવણી 10 જાન્યુઆરીથી થશે. ચીફ જસ્ટિસ ઉપરાંત જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એનવી રામાના, જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ આ બેંચમાં સામેલ હશે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે 4 જાન્યુઆરીએ આ કેસની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેંચે શુક્રવારે આ મામલે સુનાવણીની તારીખ માત્ર 60 સેકન્ડમાં જ કોઈપણ પક્ષની દલીલ સાંભળ્યા વગર આગળ વધારી હતી. બે જજની આ બેંચે તાત્કાલિક સુનાવણી કરવા અને કેસ નવી બેંચ પાસે મોકલવાનો નિર્ણય લેવાનો હતો.

આ મામલે પહેલાં પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યની બેંચ સુનાવણી કરી રહી હતી. નવી બેંચ અલ્હાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર 2010ના ચુકાદા વિરૂદ્ધ દાખલ 14 અપીલો પર સુનાવણી કરશે. બે સભ્યની બેંચની સામે વકીલ હરિનાથ રામે નવેમ્બરમાં જનહિત અરજી કરીને તાત્કાલિક અને દરરોજ સુનાવણીની માગ કરી હતી.

લોકસભા ચૂંટણી નજીક હોવાને કારણે રામ મંદિર મુદ્દે પણ રાજકારણ ગરમાઈ રહ્યું છે. કેન્દ્રમાં NDAના સહયોગી શિવસેનાએ કહ્યું કે જો 2019 ચૂંટણી પહેલાં મંદિર નહીં બને તો તે જનતા સાથેનો દગો હશે. આ માટે ભાજપ અને RSSએ માફી માંગવી જોઈએ. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને અધ્યાદેશ લાવવાનો વિરોધ કરતાં કહ્યું કે તમામ પક્ષોને સુપ્રીમ કોર્ટનો આદેશ માનવો જોઈએ. હાલમાં જ વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયા પૂરી થયાં બાદ જ સરકાર તરીકે અમારી જે જવાબદારી હશે તેને અમે પૂરાં કરવાના તમામ પ્રયાસ કરીશું.

હાઈકોર્ટે ત્રણ સભ્યની બેંચે 30 સપ્ટેમ્બર, 2010નાં રોજ 2:1ના બહુમતવાળા ચુકાદામાં કહ્યું હતું કે 2.77 એકર જમીનને ત્રણેય પક્ષો- સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લામાં બરાબર ભાગે વહેંચવામાં આવે. આ ચુકાદાને કોઈ પણ પક્ષે માન્યો ન હતો અને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ઉચ્ચ અદાલતે 9 મે, 2011નાં રોજ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લાં 8 વર્ષથી ચાલી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments