Thursday, September 23, 2021
Homeચૂંટણી જાહેર થતાં જીટીયુની પરીક્ષા હવે એપ્રિલને બદલે મેમાં, ગુજકેટની તારીખ ત્રીજી...
Array

ચૂંટણી જાહેર થતાં જીટીયુની પરીક્ષા હવે એપ્રિલને બદલે મેમાં, ગુજકેટની તારીખ ત્રીજી વાર બદલાશે

અમદાવાદઃ  લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં એપ્રિલના છેલ્લા સપ્તાહથી શરૂ થનારી જીટીયુની પરીક્ષા તારીખો માં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા મેમાં લેવામાં આવશે. જ્યારે ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન યોજાવાનું છે એ જ દિવસે ગુજકેટની પરીક્ષા યોજાવાની હતી. પરંતુ હવે ચૂંટણીના કારણે ગુજકેટની તારીખ ત્રીજીવાર બદલાશે.  ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ લોકસભાની ચૂંટણી પહેલા જ પૂરી થઈ જતી હોવાથી ટાઈમ ટેબલમાં ફેરફારની કોઈ જરૂર નહીં રહે.

ગુજરાતમાં 23 એપ્રિલે 26 બેઠકો પર મતદાન યોજાશે
જીટીયુ સત્તાવાર રીતે પરીક્ષાઓની તારીખોની જાહેરાત આગામી દિવસોમાં કરશે. ચૂંટણી પંચે રવિવારે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી. ગુજરાતમાં 23 એપ્રિલે 26 બેઠકો પર મતદાન યોજાશે. બીજી તરફ જીટીયુ સાથે સંકળાયેલી એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ સહિતની કેટલીક કોલેજોમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન કેન્દ્રો ફાળવવામાં આવે તેવી સંભાવના હોવાથી પણ પરીક્ષાના સમય પત્રકમાં ફેરફાર કરવો પડે એમ છે.
જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠે જણાવ્યું છે કે,‘ડિપ્લોમા-ડિગ્રી ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતની વિદ્યાશાખાની પરીક્ષા એપ્રિલના અંતમાં જાહેર કરવાની વિચારણા હતી. જો કે હવે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં અમારે પરીક્ષા પાછી લઈ જવાની ફરજ પડી છે.  મેે મહિનાથી પરીક્ષાઓ શરૂ થાય તે રીતે નવી તારીખોની જાહેરાત કરાશે.’

ગુજકેટની પરીક્ષા 23 એપ્રિલે મતદાનના દિવસે જ હોવાથી ફેરફાર કરવો પડશે. અગાઉ સીબીએસઇની પરીક્ષાની તારીખો સાથે ગુજકેટની પરીક્ષાની તારીખ મેચ થતા ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો હતો.આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે જણાવ્યું હતું કે, ઇલેક્શનના દિવસે ગુજકેટની પરીક્ષાનું આયોજન ન થઇ શકે. માટે ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાશે. નવી તારીખ જાહેર કરતી વખતે વિદ્યાર્થીઓને કોઈ અન્યાય ન થાય તેની કાળજી રખાશે.

CBSE બોર્ડની પરીક્ષા સાથે ગુજકેટ આવતાં 2 વખત તારીખ બદલાઈ હતી
બોર્ડે પરીક્ષાના કાર્યક્રમની સાથે ગુજકેટની પરીક્ષાની તારીખ 30 માર્ચ જાહેર કરી હતી. ત્યારબાદ સીબીએસઇએ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરતા ગુજકેટની તારીખ અને પરીક્ષા પેપરની તારીખ એક જ હોવાથી બોર્ડે તારીખ બદલીને 4 એપ્રિલ જાહેર કરી. ત્યારબાદ ફરી સીબીએસઈના સમયપત્રકમાં ફેરફાર થતા નવી તારીખ 23 એપ્રિલ જાહેર થઇ. હવે ચૂંટણીની તારીખ 23 એપ્રિલ જાહેર થતા નવી તારીખ જાહેર કરાશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments