ચૂંટણી દાવ: ખેડૂતો માટે જાહેરાત નહીં પરંતુ PM મોદીનો અસલી માસ્ટર સ્ટ્રોક આ હતો

0
18

  • CN24NEWS-01/02/2019
  • કેન્દ્રની મોદી સરકારે દેશના ખેડૂતોની નારાજગી દૂર કરીને તેમનું દિલ જીતવા માટે મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે પોતાનુ છેલ્લુ (અંતરિમ) બજેટમાં ખેડૂતોને 6000 રૂપિયા પ્રતિ વર્ષના દરથી મદદ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં 2000-2000 રૂપિયા સીધા ખાતામાં નાખવામાં આવશે. સરકારે ખેડૂતોને રાશિ આપવા માટે એવો ટાઇમિંગ સેટ કર્યો છે કે જે દરમિયાન દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે અને ચૂંટણી પ્રચાર જોરશોરથી થશે તે સમયે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો પહેલો હપ્તો આવશે.મોદી સરકારે ખેડૂતોને સીધી રીતે આર્થિક મદદ કરવાનો નિર્ણય કરતા ઇન્કમ સપોર્ટ પ્રોગ્રામની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે અંતરિમ બજેટ 2019 રજૂ કરતા ખેડૂતો માટે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ યોજના શરૂ કરી.

    તેમણે કહ્યુ કે, જે ખેડૂતો પાસે 2 હેક્ટર સુધીની જમીન છે તેમણે દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવશે, જેની મદદથી દેશના આર્થિક રીતે નબળા તથા નાના ખેડૂતોને મોટી રાહત મળશે જેથી ખેડૂતોની આર્થિક હાલમાં સુધારો થઇ શકે, જેથી દેશમાં 12 કરડો ખેડૂતોને લાભ મળશે. આ યોજનાથી સરકાર પર કુલ 75000 કરોડ રૂપિયાનો ખર્ચ વધશે.

    પીયૂષ ગોયલે કહ્યુ કે, ”આ યોજના 1 ડિસમ્બર 2018થી લાગૂ થઇ ગઇ.” આ રીતે ખેડૂતોના ખાતામાં ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ યોજનાની પહેલી હપ્તા 31 માર્ચ 2019 સુધીની અવધિમાં ચૂકવણી કરવામાં આવશે. આ જ સમયે દેશભરમાં લોકસભાનમી ચૂંટણી થવાની શક્યતા છે.

    વાસ્તવમાં સરકારને આ માટે ખેડૂતો માટે અલગથી ખાતું ખોલાની આવશ્યકતા નહી રહે. જનધન યોજના હેઠળ ખેડૂતોના ખાતા જે પહેલાથી છે અને તે આધારની સાથે પણ લિંક છે. એવામાં સરકાર માટે આ યોજનામાં વધારે માથાકૂટ નહી થાય.

    કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ કે, મોદી સરકાર ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવાનો લક્ષ્ય લઇને ચાલી રહી છે. આ પહેલા મોદી સરકારે બજેટ 2018-19માં ખેડૂતોને પાકની કિંમત કરતા દોઢ ગણું વધારે મૂલ્ય આપવાની જાહેરાત કરી હતી. ઇતિહાસમાં પહેલી વખત તમામ 22 ફસલોની કિમંત ઓછામાં ઓછી 50%થી વધારે એમએસપી નિર્ધારિત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here