ચૂંટણી પંચમાં જ મતભેદ, કમિશનર લવાસાનો બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર

0
51

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પૂરી થતાં થતાં ચૂંટણી પંચના મતભેદો પણ બહાર આવવા લાગ્યા છે. ચૂંટણી કમિશનર અશોક લવાસાએ આચાર સંહિતા ઉલ્લંઘન મામલે થનારી મીટિંગમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ક્લિન ચીટ આપવા મામલે અસહમતી દર્શાવ્યા પછી તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે આ વિશે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાને પત્ર પણ લખીને જાણ કરી છે.

લવાસાએ જણાવ્યું છે કે, તેમણે ક્લિન ચીટ પર અસહમતી દર્શાવતા તેમના મીટિંગથી દૂર રહેવાનું પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે. જે મીટિંગમાં લવાસાએ અસહમતી દર્શાવી હતી તે મીટિંગનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું નથી. આ મહિનાના પહેલાં સપ્તાહમાં આચાર સંહિતા ઉલ્લંઘનથી જોડાયેલા કેસની સુનાવણીમાં પણ કમિશનર લવાસાને દૂર રાખવામાં આવ્યા હતા. લવાસાએ અરોરાને પત્રમાં લખ્યું છે કે, જો તેમના નિર્ણયને રેકોર્ડ કરવામાં આવશે તો તેઓ આ મીટિંગમાં ચોક્કસ સામેલ થશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ લવાસાના પત્રને લઈને એક નિવેદન પણ જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે, ચૂંટણી પંચના ત્રણ સભ્યો એક બીજાના ક્લોન ન હોઈ શકે. પહેલાં પણ આવું ઘણી વખત થયું છે કે જ્યારે વિચારોમાં મતભેદ જોવા મળ્યા હતા. આવું થઈ શકે છે અને આવું થવું પણ જોઈએ.

ચૂંટણી પંચ મોદીના ચમચા: આ વિવાદ વિશે કોંગ્રેસનું કહેવું છે કે, ચૂંટણી પંચ મોદીની ચમચાગીરી જ કરે છે. અશોક લવાસાના પત્રથી સ્પષ્ટ છે કે, સીઈસી અને તેમના સહયોગી લવાસા વચ્ચે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિશે વિવિધ મત છે જે તેઓ રેકોર્ડ કરવા તૈયાર નથી.

આયોગને કોઇ ભાષણમાં ઉલ્લંઘન જેવું ના મળ્યું

  • સૂત્રોના જણાવ્યા અનુસાર, લવાસાએ વડાપ્રધાનના ચાર ભાષણો અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ભાષણને ક્લિન ચીટ આપવાના મામલે અસહમતિ દર્શાવી હતી. ફૂલ કમિશન (મુખ્ય ચૂંટણી પંચ સહિત બે અન્ય કમિશન)ની મીટિંગમાં 2:1ના નિર્ણયથી મોદીને ક્લિન ચીટ આપવામાં આવી હતી. અન્ય કમિશનરોને આ નેતાઓના ભાષણમાં આચાર સંહિતાના ઉલ્લંઘન જેવી કોઇ બાબત જોવા મળી નહતી.
  • ચૂંટણી આયોગે 4 મેના રોજ કહ્યું હતું કે, મોદીએ ગુજરાતના પાટણમાં 21 એપ્રિલના રોજ થયેલી ચૂંટણી રેલી દરમિયાન આપેલા ભાષણમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી કર્યુ. મોદીએ કહ્યું હતું કે, તેમની સરકાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને સુરક્ષિત મુક્ત કરવા પાકિસ્તાનને ઝૂકાવી દીધું હતું.
  • આ છઠ્ઠીવાર હતું જ્યારે પંચ મોદીને તેમના ભાષણ માટે ક્લીન ચીટ આપી હતી. આ પ્રકારે આયોગને મોદીના નાંદેડ, મહારાષ્ટ્રમાં આપેલા ભાષણમાં પણ કંઇ અનુચિત લાગ્યુ નહતું. અહીં મોદીએ કોંગ્રેસને ડૂબતું વહાણ ગણાવ્યું હતું.
  • આ અગાઉ પંચે મોદીને વર્ધામાં 1 એપ્રિલની ચૂંટણીમાં આપેલા ભાષણને લઇને ક્લિન ચીટ આપી હતી. અહીં તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર લઘુમતિ બહુમતવાળી કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડવાને લઇને નિશાન સાધ્યું હતું.
  • આયોગે મોદીને લાતૂરમાં 9 એપ્રિલના રોજ ચૂંટણી રેલી દરમિયાન આપેલા ભાષણને લઇને પણ ક્લિન ચીટ આપી હતી. અહીં મોદીએ પહેલીવાર મતદાતાઓને પુલવામા શહીદોના નામે વોટ કરવાની અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here