ચૂંટણી પંચ માર્ચના પહેલાં અઠવાડીયે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે- સૂત્ર

0
21

નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયામાં જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે. 2014ની લોકસભા ચૂંટણીની તારીખો પણ માર્ચ મહિનામાં જ જાહેર કરવામાં આવી હતી. હાલની લોકસભાનો કાર્યકાળ 3 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે.

શક્યતા છે કે, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કીમની વિધાનસભા ચૂંટણી પણ લોકસભા ચૂંટણી સાથે થઈ શકે છે. ઈલેકશન કમિશન લોકસભા ચૂંટણીની સાથે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પણ કરાવી શકે છે. કારણ કે ત્યાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે. આ સંજોગોમાં અહીં 6 મહિનાની અંદર વિધાનસભા ચૂંટણી કરાવવી જરૂરી છે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા નવેમ્બર 2018માં ભંગ થઈ હતી. અહીં ચૂંટણી કરાવવાની સમય મર્યાદા મે મહિના સુધીની છે. એ સમયમાં લોકસભા ચૂંટણી પણ આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુશ્કેલ સમયને ધ્યાનમાં રાખીને અહીં વહેલી પણ ચૂંટણી થવાની શક્યતા છે.

રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ
સિક્કીમ 27 મે 2019
આંધ્ર પ્રદેશ 18 જૂન 2019
ઓરિસ્સા 18 જૂન 2019
અરુણાચલ પ્રદેશ 18 જૂન 2019

 

સતત વધી રહ્યા છે લોકસભા ચૂંટણીના તબક્કા

લોકસભા ચૂંટણી શરૂઆત-અંત તબક્કા
2004 20 એપ્રિલ- 10 મે 4
2009 16 એપ્રિલ- 13 મે 5
2014 7 એપ્રિલ-12 મે 9

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here