ચૂંટણી પરિણામ બાદ સીનિયર નેતા અડવાણીને મળવા પહોંચ્યા મોદી-શાહ, જોશી સાથે પણ મુલાકાત કરશે

0
22

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વાર ઈતિહાસ બનાવી દીધો છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બીજેપીએ 300 કરતા વધારે સીટ મેળવીને લોકસભા ચૂંટણી 2019માં ઐતિહાસીક જીત મેળવી લીધી છે. એનડીએ 350ના આંકડા પાસે છે જ્યારે કોંગ્રેસ માંડ 50ના આંકડા સુધી પહોંચી શકી છે. આ ઐતિહાસીક જીત મેળવ્યા પછી આજે વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પાર્ટીના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીને મળવા પહોંચ્યા હતા. ત્યારપછી તેઓ આજે મુરલી મનોહર જોશીને પણ મળવાના છે. માનવામાં આવે છે કે, મુરલી મનોહર જોશીની ટિકિટ કાપવામાં આવી હોવાથી તેઓ હજી બીજેપી અધ્યક્ષ અમિત શાહથી નારાજ છે. અડવાણી-જોશી પાર્ટીના માર્ગદર્શક મંડળમાં પણ સામેલ છે.

રાષ્ટ્રપતિએ આજે કેન્દ્રીય મંત્રીમંડળને ડિનર રાખ્યું: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે હાલના કેન્દ્રીય મંત્રીમંડળ માટે ડિનરનું આયોજન કર્યું છે. રાષ્ટ્રપતિએ આ ડિનર આજે સાંજે 7.30 વાગે રાખ્યું છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપશે અને ત્યારપછી નવી સરકાર બનવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here