Monday, October 18, 2021
Homeચૂંટણી પહેલાં સુરત પાલિકાની છેલ્લી સામાન્ય સભા તોફાની બની
Array

ચૂંટણી પહેલાં સુરત પાલિકાની છેલ્લી સામાન્ય સભા તોફાની બની

સુરત: સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર વિજય ચોમલે કોંગ્રેસના પરિવારવાદ પર અને શહીદોનું સન્માન કરવું જોઈએ તે સહિતના કોંગ્રેસવિરોધી સૂર રજૂ કરતાં વિપક્ષી કોર્પોરેટર શૈલેશ રાયકાએ ‘શહીદોનું સન્માન વર્ષોથી થતું આવ્યું છે’ તેમ કહેતાં ભાજપ- કોંગ્રેસ સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને વિપક્ષના સભ્યોએ ચોમલને સસ્પેન્ડ કરવાની માંગ કરતાં હોબાળો મચી ગયો હતો.

27 કામો પર ચર્ચાઓ થઈ શકી જ ન હતી
દરમિયાન બહાર ગયેલા મેયર ડો.જગદીશ પટેલે આવીને સભા શાંત પાડી હતી. જોકે, ચોમલને સસ્પેન્ડ નહીં કરાતાં શૈલેશ રાયકાએ ‘ચોકીદાર ચોર હૈ…’ કહી ડાયસ પર ધસી ગયા ત્યારે તેની સાથે વિપક્ષના સભ્યો પણ જોડાતાં તેને મેયરે સસ્પેન્ડ કરી દીધા હતાં અને તમામ કામો બહુમતીમાં મંજૂર કરી દેવા પડ્યાં હતાં. સ્થાયી સમિતિના તાકીદના મહત્ત્વના સુરત ટેક્સટાઇલ માર્કેટ ભાડાપટા, સાર્વજનિક ટ્રસ્ટ, સ્મીમેરમાં સીટી સ્કેનના ભાવવધારા સહિતનાં 27 કામો પર ચર્ચાઓ થઈ શકી જ ન હતી.
7 દિવસ પછી સામાન્ય સભાના તાકીદ
સરથાણા નેચરપાર્કમાં પ્રાણીઓને ખોરાક આપવામાં ગેરરીતિ, બસ એસો.ને સોંપાયેલો પાર્કિંગનો મુદ્દો, વેડ-વરિયાવ બ્રિજને સ્થાને અશ્વિનીકુમારથી ઉત્રાણને જોડતા બ્રિજની જરૂર છે. તે સહિતના મુદ્દા વિપક્ષ નેતા પપન તોગડિયાએ ઉઠાવ્યા હતા. જ્યોતિબેન સોજિત્રાએ ગટર ઉભરાવવાની સમસ્યા ઉઠાવી હતી અને એક વર્ષથી વોર્ડ 3માં આ સમસ્યાનો નિકાલ થયો નથી. તેનું લોકેશન હજી શોધી શકાયું નથી. આવા  નિષ્ફળ કાર્યપાલક ઇજનેર ડી. આર. ગોહિલને બીજે મૂકવા માંગ કરી હતી.
STMના ઠરાવમાં પાછળથી છેડછાડ થઇ શકે: અસલમ
વિરોધ પક્ષના અસલમ સાઇકલવાલાએ જણાવ્યું હતું કે, સુરત ટેક્સટાઇલ માર્કેટવાળી જમીનની લીઝ મુદ્દે સ્થાયીના નિર્ણય અંગેની પાલિકાના સેક્રેટરી બ્રાંચના રેકોર્ડ પર ઠરાવ શું છે એની માહિતી જ નથી. માર્કેટના સંચાલકો માટે વધુમાં વધુ લાભદાયી થાય એવા પ્રયાસોમાં સક્રિય રહી ઠરાવના શબ્દો વેપારી હિતમાં લખવામાં વ્યસ્ત હોઈ સ્થાયીની મીટિંગના 7 દિવસ પછી સામાન્ય સભાના તાકીદના કામ નંબર 2ની ફાઇલના રેકોર્ડ પણ સેક્રેટરી બ્રાંચ ઠરાવ મૂકી શકી નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments