ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, અમૂલે દૂધના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે

0
45

નવી દિલ્હી: તેલ કંપનીઓએ લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયાના એક દિવસ પછી જ એટલે કે સોમવારે પેટ્રોલ-ડીઝલ વિતરણ કંપનીઓએ ભાવમાં વધારો કરી દીધો છે. જ્યારે અમૂલે પણ તેના દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે.

પેટ્રોલના ભાવમાં દિલ્હી અને મુંબઈમાં 9 પૈસા જ્યારે કોલકાતામાં આઠ પૈસા અને ચેન્નાઈમાં 10 પૈસા પ્રતિ લિટરે વધારો કરવામાં આવ્યો છે. ડીઝલના ભાવ દિલ્હી અને કોલકાતામાં 15 પૈસા જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં 16 પૈસા પ્રતિ લિટર વધારવામાં આવ્યો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવારે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહતો. કોમોડિટી બજારના એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલમાં ભાવમા તેજી આવી હોવાથી હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં હાલ રાહત મળવાની શક્યતા નહિવત છે.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવ (રૂ. લિટર દીઠ)

શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 71.12 66.11
કોલકાતા 73.19 67.86
મુંબઈ 76.73 69.27
ચેન્નાઈ 73.82 69.88

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here