Sunday, November 28, 2021
Homeચેઝમાસ્ટર કોહલીની ગેરહાજરીમાં ભારતની ટી-20માં સૌથી મોટી હાર, ન્યુઝીલેન્ડ સામે 80 રને...
Array

ચેઝમાસ્ટર કોહલીની ગેરહાજરીમાં ભારતની ટી-20માં સૌથી મોટી હાર, ન્યુઝીલેન્ડ સામે 80 રને હાર્યું

સ્પોર્ટ્સ ડેસ્ક: 220 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી માત્ર 139 રન કરી શકતા કિવિઝે પ્રથમ ટી-20 80 રને જીતી હતી. કિવિઝ માટે 43 બોલમાં 84 રન કરનાર ટિમ સેઈફર્ટ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.વિરાટ કોહલી વગર ટી-20 રમી રહેલી ભારતીય ટીમે સૌથી મોટી હારનો સામનો કર્યો હતો. ટી-20 ક્રિકેટમાં પ્રથમ વાર 50 કરતા વધારે રને મેચ હાર્યું હતું. ભારત માટે એમએસ ધોનીએ સૌથી વધુ 39 રન કર્યા હતા, જયારે શિખર ધવન અને વિજય શંકરે અનુક્રમે 29 અને 27 રનનું યોગદાન આપ્યું હતું. કિવિઝ માટે ટિમ સાઉથીએ 3 વિકેટ જયારે લોકી ફર્ગ્યુસન, મિશેલ સેન્ટનર અને ઈશ શોધીએ 2-2 વિકેટ લીધી હતી. આ જીત સાથે કિવિઝ ત્રણ મેચની સિરીઝમાં 1-0 થી આગળ છે. બીજી ટી-20 શુક્રવારે ઑક્લેન્ડ ખાતે રમાશે.

એમએસ ધોનીનું ટી-20માં ભારત માટે પ્રદર્શન:

48* વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સિડની, 2012 (31 રને હાર્યું)
38 વિરુદ્ધ ઇંગ્લેન્ડ, મુંબઈ, 2012 (6 વિકેટે હાર્યું )
30 વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, નાગપુર, 2016 (47 રને હાર્યું )
36* વિરુદ્ધ ઇંગ્લેન્ડ, કાનપુર , 2017 (7 વિકેટે હાર્યું )
39 વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, વેલિંગ્ટન, 2019 (80 રને હાર્યું )

* રોહિત છેલ્લી સાત મેચથી કેપ્ટ્ન તરીકે અપરાજિત હતો. આ હાર સાથે તેની વિનિંગ સ્ટ્રીક તૂટી ગઈ છે. તેની પહેલા ધોનીએ 2 વાર સતત 7 મેચ જીતાડી હતી.

 

ન્યુઝીલેન્ડ 20 ઓવર 219/6

-ભારત વિરુદ્ધ ટી-20માં સૌથી વધુ સ્કોર
-વેલિંગ્ટન ખાતે ટી-20માં સૌથી વધુ સ્કોરે

ટિમ સેઈફર્ટ ટી-20 ઇન્ટરનેશનલમાં:

પહેલી સાત ઇનિંગ્સમાં: 42 રન ( હાઈએસ્ટ 14*)
આજે: 84 (43)

ન્યુઝીલેન્ડ માટે ટી-20માં ભારત વિરુદ્ધ શ્રેષ્ઠ ઓપનિંગ ભાગીદારી:

105 કોલીન મુનરો- માર્ટિન ગુપ્ટિલ, રાજકોટ, 2017
86 કોલીન મુનરો – ટિમ સેઈફર્ટ,વેલિંગ્ટન, 2019*
53 જેસી રાઇડર, વેલિંગ્ટન, 2009

ન્યુઝીલેન્ડ ખેલાડીઓ જેમણે ટી-20 ક્રિકેટમાં 5000 રન કર્યા હોય:

બ્રેન્ડન મેક્કુલમ
માર્ટિન ગુપ્ટિલ
રોસ ટેલર
કોલીન મુનરો*

છેલ્લી 10 ટી-20માંથી ભારતે 5 ટી-20માં વિરોધી ટીમને 50થી વધુની ઓપનિંગ ભાગીદારી કરવા દીધી છે.

મિસ્ડ ચાન્સ: એમએસ ધોનીએ 17 રને કૃણાલ પંડ્યાની બોલિંગમાં સેઈફર્ટનો કેચ છોડ્યો હતો.

દિનેશ કાર્તિકે 71 રને કૃણાલ પંડ્યાની બોલિંગમાં સેઈફર્ટનો કેચ છોડ્યો હતો.

ભારતીય ટીમમાં ત્રણ વિકેટકીપર રમી રહ્યા છે. એમએસ ધોની, દિનેશ કાર્તિક અને ઋષભ પંત. આ પહેલી વખત નથી કે ત્રણ વિકેટકીપરને એક જ પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું હોય, આ પહેલા વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ કિંગ્સ્ટન ખાતે જુલાઈ 2017માં પણ આ ત્રિપુટી સાથે રમી હતી.

કિવિઝે પ્રથમ દાવમાં 219 રન કર્યા

ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 219 રન કર્યા છે. તેમના માટે ટિમ સેઈફર્ટે સૌથી વધુ 43 બોલમાં રન કર્યા હતા. તે સિવાય કેન વિલિયમ્સને 34 રન, કોલીન મુનરો 34 રન અને રોસ ટેલરે 23 રનનું યોગદાન આપ્યું હતું. સ્કોટ કુંગલીએજન 7 બોલમાં 20 રન કર્યા હતા. ભારત માટે હાર્દિક પંડ્યાએ 2 વિકેટ, જયારે કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ અને યૂઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી.

ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝની પ્રથમ મેચમાં વેલિંગ્ટનના વેસ્ટપેક સ્ટેડિયમ ખાતે ભારતીય કેપ્ટ્ન રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે. ભારતીય ટીમમાં કૃણાલ પંડ્યા અને ઋષભ પંતનો સમાવેશ થયો છે. જયારે કિવિઝ માટે ડેરેલ મિશેલ ડેબ્યુ કરશે.

ટીમ ઇન્ડિયા:

રોહિત શર્મા (કેપ્ટ્ન), શિખર ધવન, ઋષભ પંત, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વિજય શંકર, દિનેશ કાર્તિક, યૂઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ

ટીમ ન્યુઝીલેન્ડ:

કેન વિલિયમ્સન (કેપ્ટ્ન), રોસ ટેલર, કોલીન મુનરો, મિશેલ સેન્ટનર, ટિમ સેઈફર્ટ, ડેરેલ મિશેલ, કોલીન ડી ગ્રાન્ડહોમ, સ્કોટ કુંગલીએજન, ટિમ સાઉથી, ઈશ શોધી, લોકી ફર્ગ્યુસન

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments