Sunday, September 19, 2021
Homeચેતન સાંડેસરા ના સાળા હિતેષ નરેન્દ્ર પટેલે સ્ટર્લિંગ માં 100 બોગસ કંપની...
Array

ચેતન સાંડેસરા ના સાળા હિતેષ નરેન્દ્ર પટેલે સ્ટર્લિંગ માં 100 બોગસ કંપની ઓ ઉભી કરી

વડોદરા: દક્ષિણ પૂર્વ યુરોપમાં આવેલા અલબાનીયાની રાજધાની તીરાનામાંથી પકડાયેલા સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ કંપનીના ચાર ડાઇરેક્ટરમાંથી એક હિતેષ નરેન્દ્ર પટેલને ભારત લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેની સામે રેડકોર્નર નોટીસ ઈસ્યુ થયેલી છે. હિતેષ સ્ટર્લિંગના ડિરેક્ટર ચેતન સાંડેસરાનો સાળો થાય છે. હિતેષના નામે સાંડેસરા બંધુઓએ 100 જેટલી બોગસ કંપનીઓ ઉભી કરી હતી.

સ્ટર્લિંગ જુથ સાથે રાજકારણીઓ અને પોલીસ તથા નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓની સાંઠ-ગાંઠ હોવાનું લાલ ડાયરીમાંથી જાણવા મળ્યું હતું.જેને કારણે આખોય કેસ હાઇપ્રોફાઇલ ગણાય છે. સ્ટર્લિંગ જુથને મદદ મામલે સીબીઆઇના પુર્વ સ્પેશીયલ ડાઇરેક્ટર અને પુર્વ ડાઇરેક્ટર વચ્ચે કોલ્ડ વોર સર્જાઇ હતી.

સ્ટર્લિંગ જુથના કમિટી ઓફ ક્રેડિટર્સ દ્વારા તાજેતરમાં 65 ટકા હેરકટ(લોન માફી) સાથેનો પ્લાન એન.સી.એલ.ટી.માં રજુ કરાતા વધુ સુનવણી 26 માર્ચના રોજ નક્કી કરવામાં આવી હતી.એક તરફ નાટ્યાત્મક રીતે કંપની તરફે ફરહાદ દારૂવાલાને હાજર કરીને લોન ભરવાની તૈયારી બતાવી તો બીજી બાજુ ભાગેડુ હિતેષ પટેલની અટકાયત કરાઇ છે.

સ્ટર્લિંગ ગ્રૂપની કઇ કંપનીઓમાં હિતેષ પટેલ ડાયરેકટર

  • સ્ટર્લિંગ ઓઇલ
  • અમેરિકન બાયોટેક લિમિટેડ
  • સ્ટર્લિંગ જિલેટીન
  • પીએમટી એન્જિનિયરિંગ
  • સ્ટર્લિંગ એનર્જી
  • એ-1 પ્રોટીન પ્રાઇવેટ લિમિટેડ
  • શમિક મર્કન્ટાઇલ પ્રાઇ‌વેટ લિમિટેડ
  • સુસસો મર્કન્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ
  • ગંગા ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ
  • રેબન ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિડેટ જેવી અનેક મુખ્ય કંપનીઓમાં ડાઇરેક્ટર રહ્યા છે. તેની સાથે તેના ઘરના સરનામે 100 જેટલી ડમી કંપનીઓ રજિસ્ટ્રર્ડ કરવામાં આવી છે.કેટલીક કંપનીમાં તેમની પત્નીને પણ ડાઇરેક્ટર બનાવવામાં આવ્યાં હતાં.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments