ચેન્નાઈ: ITની રેડમાં 433 કરોડનો મુદ્દામાલ જપ્ત, સોનું, હીરાને શોધવા કબરસ્તાન ખોદવું પડ્યું

0
53

ચેન્નાઈઃ ચેન્નાઈ અને કોઈમ્બરતુર સ્થિત સરવન સ્ટોર્સ ‘બ્રહ્માંડામઈ’ અને રિયલ્ટી ફર્મ્સ લોટસ ગ્રુપ અને જીસ્કેવર પર છેલ્લા અઠવાડિયાથી રેડ કરી રહેલા ઈન્કમ ટેકસના અધિકારીઓને હજારો કરોડ રૂપિયાનું બિનહિસાબી નાણું, ડોક્યુમેન્ટ્સ, સોનું અને ડાયમંડની ભાળ મેળવવા આખરે કેટલાક કબ્રસ્તાનને ખોદવાની ફરજ પડી હતી. રેડ દરમિયાન ત્રણ બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટમાંથી 433 કરોડ રૂપિયાની બિનહિસાબી આવક મળી આવી છે. તેમાં 25 કરોડની રોકડ, 12 કિલો સોનું અને 626 કેરટ્સના હીરાનો સમાવેશ થાય છે. સવરન સ્ટોર્સના માલિક યોગ્રાથીનમ પુન્દુરાઈ, તેમના સાથીદાર રામાજ્યિમ ઉર્ફે બાલા કે જે લોટ્સ ગ્રુપ અને જીસ્કેવરના માલિક છે તેમની માલિકીની લગભગ 72 જેટલી જગ્યાઓએ આઈટી ડિપાર્ટમેન્ટે રડે કરી કરી હતી.

72 જગ્યાઓ પર દરોડા

  • આ અંગે એક આઈટી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમારી ટીમ દરોડા પાડે તે પહેલા જ આ અંગેની માહિતી યોગ્રાથીનમ પુન્દુરાઈ, તેના સાથેદાર રામાજ્યિમ ઉર્ફે બાલાને મળી ગઈ હતી. એવું કહેવાય છે કે કેટલાક પોલીસ અધિકારીઓએ પણ બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ્સના માલિકોને હેવી પોલિસ પ્રોટેકશનને જોતા આઈટીની રેડની શકયતા હોવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ રેડ માટે આઈટી ડિપાર્ટમેન્ટે અધિકારીઓને લાવવા લઈ જવા માટે મોટા પ્રમાણમાં કાર્સ બુક કરાવી હતી.
  • આ અંગે અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતુ કે રેડની માહિતી પુન્દુરાઈ અને બાલાને અગાઉથી મળી ગઈ હોવાથી તેમણે મોટાભાગના ડોક્યુમેન્ટ્સ, મોટા પ્રમાણમાં કેશ, ગોલ્ડ અને ડાયમન્ડ્સને એસયુવી કારમાં મૂકી દીધાં હતા. અને ડ્રાઈવરને સૂચના આપી હતી કે આ કારને શહેરમાં ફેરવતા રહેજો.
  • આ સિવાય તેમના સ્ટાફે કોમ્પ્યુટર્સ અને સીસીટીવી ફુટેજનો પણ નાશ કર્યો છે. રેડ દરમિયાન વિવિધ પ્રકારના સવાલોમાંથી એ માહિતી જાણવા મળી હતી કે એક એસયુવીમાં કેશ અને અન્ય કિંમતી વસ્તુઓ મુકેલી છે. અને અમે આ અંગેની વધુ વિગતો પોલીસ પાસેથી મેળવી હતી. અને કારમાંથી કેટલીક વસ્તુઓ જપ્ત કરી હતી.
  • જોકે કારમાંથી વધુ મુદ્દામાલ મળી આવ્યો ન હતો. પરંતુ અમને એવી પણ માહિતી મળી હતી કે કિંમતી વસ્તુઓ ભરેલી કેટલીક બેગ્સ કબ્રસ્તાનમાં દાટવામાં આવી છે. જયારે અન્ય બેગ્સને બિલ્ડિંગમાં મૂકવામાં આવી છે. આ ઓપરેશન લગભગ 9 દિવસ જેટલું લાંબુ ચાલ્યું હતું. ડિપાર્ટમેન્ટને પોન્દુરાઈ અને બાલા વચ્ચે મોટા પ્રમાણ ટ્રાન્ઝેકશન્સ થયા હોવાની માહિતી મળી હતી.
  • રેડ દરમિયા પોન્દુરાઈના બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટમાંથી 284 કરોડ રૂપિયાની બિનહિસાબી આવક મળી આવી હતી. જયારે બાલાની માલિકીની બે ફર્મ્સમાંથી 149 કરોડ રૂપિયા મળી આવ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here