ચોકીદાર અંધારામાં પણ ચોરીને પકડી પાડવાની શક્તિ ધરાવે છે : પીએમ મોદી

0
25

વડા પ્રધાન મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં કહ્યું કે રાફેલની હરીફ કંપનીઓ વતી ક્રિશિયન માઇકલ લોબિંગ કરી રહ્યો હતો.  ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર કેસમાં ક્રિશિયન માઇકલની ધરપકડ કરવામાં આવી હતી. મોદીએ એક રેલીમાં કહ્યું કે રાફેલ મુદ્દા પર સરકાર સામે કોંગ્રેસ દ્વારા સતત આક્ષેપબાજી કેમ કરવામાં આવી રહી છે તે બાબતમાં કોંગ્રેસે સ્પષ્ટતા કરવી જોઇએ.

મોદીએ મીડિયાના અહેવાલોનો હવાલો આપી કહ્યું કે રાફેલ સોદા બાબતમાં સતત બૂમ પાડી રહેલા કોંગ્રેસના ક્યાં નેતા સાથે માઇકલનો સંબંધ છે તેનો કોંગ્રેસે જવાબ આપવો જોઇએ.

તેમણે માઇકલ બાબતમાં કહ્યું કે મીડિયા અહેવાલ જણાવે છે કે સંરક્ષણ સોદામાનો વચેટિયો  ફક્ત  હેલિકોપ્ટર સોદામાં હતો તેવું નહી પણ અગાઉની સરકારમાં તે ફાઇટર જેટના સોદામાં પણ ભૂમિકા ભજવતો હતો. મીડિયા અહેવાલ કહે છે કે મિશેલ મામા અન્ય કંપનીના પ્લેન માટે પ્રચાર કરી રહ્યા છે તેમણે કહ્યું કે આ સવાલનો જવાબ મળવો જરૂરી છે કે કોંગ્રેસના નેતા જે આટલા બૂમબરાડા પાડી રહ્યા છે તેમનો માઇકલ મામા સાથે શું સંબંધ છે.

સોલાપુરમાં ફોરલેન હાઇવેનુ લોકાર્પણ કરવા અહીં આવેલા વડા પ્રધાને ગરીબ સવર્ણ માટેની અનામતના મુદ્દે વિરોધીઓ પર હુમલો કરતા કહ્યું હતું કે ”આપણા દેશમાં અસત્ય ફેલાવવામાં આવે છે કે દલિતો, આદિવાસીઓની અનામતમાં કાપ મૂકવામાં આવશે પણ અમે સ્પષ્ટ કહ્યું  છે કે દલિતો, આદિવાસીઓ અને ઓબીસીના ક્વૉટામાં કોઇ કાપ નહી મૂકવામાં આવે. તેમણે કહ્યું કે અમે એવો જડબેસલાક જવાબ આપ્યો છે કે અસત્ય ફેલાવવાની તેમની તાકાત જ નહી રહેશે.

પડોશી દેશમા રહેતા હિંદુઓને નાગરિકત્વ આપવાના વિધેયક બાબતમાં તેમણે કહ્યું કે લોકસભામાં એક બીજુ પણ મહત્વનું વિધેયક પસાર થયું છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અન્ય પડોશી દેશમાં રહેનારા, ભારત માતાની જય અને વંદે માતરમ બોલનારા, આ દેશની માટીને પ્રેમ કરનારાઓને ભારતનું નાગરિકત્વ મળવાનો માર્ગ મોકળો બન્યો છે.

તેમણે કહ્યું કે અમે ઢોલ વગાડયા વગર એટલે કે પ્રચાર કર્યા વગર ગરીબોના બેંક ખાતામાં ૩ હજાર કરોડ રૂપિયા પહોંચાડયા છે. આવું અમે કરી શક્યા છે તેનું કારણ એ છે કે પહેલા વચેટિયા મલાઇ જમી જતા હતા હવે તે બધુ બંધ થઇ ગયું છે. ચોરી, લૂટની દુકાનનોને તો હવે તાળા લાગી ગયા છે.

ગરીબોના પૈસા ગરીબોને મળી રહ્યા છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે મોટા પાયા પર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે  જેમ ગામ, શહેરોને સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે તેવી રીતે હું સરકારી રાહે પણ સાફસફાઇ કરી રહ્યો છું. આ સરકારી સાફસફાઇના કારણથી જે સત્તાને પોતાનો પેઢીપછી પેઢી જન્મ સિદ્ધ અધિકાર સમજતા હતા તેઓ હવે કાયદાના કઠેડામાં જોવા મળી રહ્યા છે. તેમને  ટેક્સચોરીથી લઇ સંરક્ષણ સોદા સુધી બધી બાબતમાં જવાબ આપવો પડી રહ્યો છે, તેમને પરસેવો છૂટી રહ્યો છે, આંખ ફાટી રહી છે.

જે ચોકીદારને ગભરાવવાના સ્વપ્ન જોઇ રહ્યા છે તેમને જણાવુ છું કે મોદી જુદી જ માટીના બનેલા છે. તમે  તેને ખરીદી શકશો કે ગભરાવી શકશો. આમ કરવામાં તેમને નિરાશા જ હાથ લાગશે. પ્રજાના આશીર્વાદથી ચોકીદાર અંધારામાં પણ ચોરીને પકડી પાડવાની શક્તિ ધરાવે છે. આ ચોકીદાર સૂતો પણ નથી.

વડા પ્રધાને સોલાપુરમાં ૧૮૧૧.૩૩ કરોડ રૂપિયાના હાઉસિંગ પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યો હતો. શહેરી ગરીબો માટેના ઘર બાબતમાં અગાઉની સરકાર સાથેની સરખામણી કરતા તેમણે કહ્યું કે ૨૦૦૪-૨૦૧૪ સુધીમાં શહેરી ગરીબો માટે ૧૩ લાખ ઘર બનાવવાની વાત કરી હતી પણ દશ વર્ષમાં ફક્ત ૮ લાખ ઘર બન્યા હતા જ્યારે અમારા ૪.૫ વર્ષના શાસન કાળમાં ૭૦ લાખ ઘરને મંજૂરી આપવામાં આવી છે અને ૧૪ લાખ ઘર બની ગયા છે.

તેમણે કહ્યું કે સૌથી મોટો પુલ, સૌથી મોટી ટનલ, સૌથી મોટો એક્સપ્રેસ વે, આ બધા અમારી સરકારના કાર્યકાળમાં બન્યા છે અથવા બની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here