ચોટીલામાં 7 વર્ષની બાળાના મોઢાંમાં ડૂચો મારીને નરાધમનો દુષ્કર્મનો પ્રયાસ

0
20

ચોટીલામાં એક નરાધમે 7 વર્ષની બાળા ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.

ચોટીલા શહેરના મફતીયાપરામાં રહેતાનારાયણ વિરા મારવાડી નામના શખસે સાત વર્ષની બાળાને મોઢે ડૂચો મારી અવાવરું જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા બાળાએ બુમો પાડતા સ્થાનિક રહીશો ભેગા થતા નારાયણ મારવાડીની સારી એવી ધોલાઇ કરતા નરાધમ મારવાડી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

જેના પગલે નરાધમને રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ચોટીલા પોલીસે બાળાના વાલીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

ઉલ્લેખનીય છેકે તાજેતરમાં વડોદરા શહેર નજીક સોખડા રોડ ઉપર રહેતી એક 40 વર્ષીય પરિણીતાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવીને તેની બે સગીર પુત્રીઓ ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાના વર્ષ 2014ના ચકચારભર્યા બનાવમાં કોર્ટે નરાધમ પાલક પિતાને તકસીરવાર ઠેરવી 20 વર્ષની સજા ફટકારી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here