Sunday, September 19, 2021
Homeચોટીલા હાઈવે પર ટેન્કરે બાઈકને ટક્કર મારતા મામા-ભાણીનાં મોત
Array

ચોટીલા હાઈવે પર ટેન્કરે બાઈકને ટક્કર મારતા મામા-ભાણીનાં મોત

ચોટીલા: ચોટિલા હાઈવે પર ગુંદાળા ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઈકને ટક્કર મારતા બાઈકચાલક મામા અને તેમની ભાણીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકચાલકના કાકાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટના અંગે જાણ થતા બામણબોર પોલીસ ઘટના સ્થળે દોડી જઇ બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તેમજ ટેન્કર ચાલકને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે જામનગરના ખીજડીયા ગામના દીપક મકવાણા (25) તેની ભાણી વિશ્વા મિયાત્રા (10) અને કાકા દિલિપ મકવાણા ચોટિલામાં રહેતા રમેશ બોરીયાનું દીકરીનું પ્રસંગ હોવાથી ચોટિલા આવ્યા હતા. દિલીપભાઇએ ભત્રીજા હિરલને ફોન પર વાત કરીને જણાવ્યું કે અમો ખીજડિયા જવા માટે નીકળીએ છીએ. અને ત્યાર બાદ બાઇક પર ભત્રીજા દીપક અને ભાણી વિશ્વા સાથે નીકળ્યા હતા તે દરમિયાન ગુંદાળા ગામના પાટીયા પાસે પાછળથી પુરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઇકને ટક્કર મારતા ત્રણેય બાઇક પરથી નીચે પટકાયા હતા. જેમાં દીપક અને વિશ્વાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે દિલીપને ગંભીર ઇજાઓ થતા પ્રથમ ચોટીલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments