ચોમાસું જામ્યું : રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો

0
0

રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. શનિવારે સવારે અમદાવાદના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ બપોરે ફરીવાર વરસાદ પડ્યો હતો. સવારે ઘોડાસર, ઈસનપુર, સી.ટી.એમ સહિતના વિસ્તારમાં વરસાદ બાદ, બપોરે એસ.જી હાઈવે, વેજલપુર, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શુક્રવારે સવારે 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીના 14 કલાકમાં 100થી વધુ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. એવામાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે 2 દિવસ દરમિયાન રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરી છે.

બે દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, ચોમાસાએ સમગ્ર ગુજરાત રાજ્યને કવર કરી લીધું છે અને હવે ચોમાસું કચ્છ સુધી પહોચ્યું છે. રાજ્યમાં આજે અને આવતીકાલે અનેક જગ્યાએ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકામાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. આ દરમિયાન પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાકની રહી શકે છે.

શનિવારે સવારે 6થી 8 દરમિયાન ક્યાં વધુ વરસાદ નોંધાયો?

જિલ્લો તાલુકો વરસાદ (મિ.મીમાં)
સાબરકાંઠા ઈડર 14
બનાસકાંઠા દેઓદર 9
સાબરકાંઠા વડાલી 8
અરવલ્લી ભિલોડા 7
નવસારી ગણદેવી 5
ડાંગ વઘઈ 4
નવસારી જોડિઆ 3
વલસાડ વલસાડ 2
વલસાડ પારડી 2
બનાસકાંઠા ભાભર 2

રાજ્યમાં સતત બીજા વર્ષે સારા ચોમાસાનો અંદાજ
રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસુ સારૂ જવાના અણસાર હોય તેમ ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં અત્યારસુધીનો સરેરાશ 32.83 એમએમ વરસાદ પડ્યો છે જે સરેરાશ 3.91 ટકા જેટલો થવા જાય છે. એકમાત્ર કચ્છ ઝોનમાં સામાન્ય વરસાદને બાદ કરતા ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 3.40 ટકા, મધ્ય પૂર્વ ઝોનમાં 3.96 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 3.01 ટકા જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 4.86 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ચોમાસાનું વહેલા આગમન થયું
ગુજરાતમાં ચોમાસાનું વહેલા આગમન થયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here