Monday, October 18, 2021
Homeચોરી, ચીલઝડપના ગુનામાં 12 વર્ષથી વોન્ટેડ ગુનેગારને યુ.પી.થી ઝડપી લીધો
Array

ચોરી, ચીલઝડપના ગુનામાં 12 વર્ષથી વોન્ટેડ ગુનેગારને યુ.પી.થી ઝડપી લીધો

શહેર પોલીસના ગુનામાં બાર વર્ષથી જુદા જુદા ગુનામાં પોલીસને હાથતાળી આપતા ઉત્તરપ્રદેશનાં પ્રકાશ ઉર્ફે ભૂરો દિગમ્બરસિંગ બાબા રામજિલાલસીંગ ચૌધરી નામના ગુનેગારને અલીગઢથી પોલીસે ઝડપી લઇ ધરપકડ કરી છે. પકડાયેલો શખ્સ રાજકોટમાં બાર વર્ષ પહેલા વાહનચોરી, ચીલઝડપનાં ગુનામાં નાસતો ફરતો હતો. આ ઉપરાંત પ્રકાશ ઉર્ફે ભૂરો ખેડાની હત્યાની કોશિશના ગુનામાં પણ વોન્ટેડ હતો. પ્રકાશ ઉર્ફે ભૂરાની પૂછપરછમાં તે અગાઉ ઉત્તરપ્રદેશનાં મથુરામાં ખૂની કોશિશ તેમજ અલીગઢમાં હથિયાર અને ખૂનની કોશિશના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા પ્રકાશે શહેરમાં વાહનચોરી, ચીલઝડપ ઉપરાંત કોઇ અન્ય ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પૂછપરછનો દોર શરૂ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments