બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં પોલીસ અને નક્સલો વચ્ચે થયેલી અથડામણમાં સીઆરપીએફના ત્રણ જવાન શહીદ થયા હતા. આ ઘટનામાં એક મહિલાનું પણ મૃત્યુ થયું હતું.પોલીસના જણાવ્યાનુસાર, ભૈરમગઢમાં કેશકુતુલ ગામ નજીકના જંગલમાંથી સીઆરપીએફની ટુકડી જઈ રહી હતી ત્યારે નક્સલોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યા હતા. આ ઘટનામાં 199મી બટાલિયનના મધુ પાટિલ અને તાજુ ઓટી શહીદ થયા હતા, જ્યારે એક જવાનનું સારવાર વખતે મૃત્યુ થયું હતું.
સીઆરપીએફના જવાનોએ નક્સલોને વળતો જવાબ આપ્યો હતો. આ દરમિયાન એક મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે એક યુવતી ઘાયલ થઈ હતી. આ સ્થળે પોલીસે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. નક્સલો સીઆરપીએફની એક એકે-47, ચાર મેગઝિન, એક બુલેટપ્રૂફ જેકેટ અને એક વાયરલેસ સેટ પણ લૂંટી લીધો હતો. આ ઘટના પછી પોલીસે કેશકુતુલનાં જંગલોમાં વધુ સુરક્ષાદળોને રવાના કરીને નક્સલોની શોધ શરૂ કરી છે. આ ઉપરાંત કેટલાક ઈજાગ્રસ્તોને ભૈરમગઢની હોસ્પિટલમાં ભરતી કરાયા હતા.
પેટ્રોલિંગ પર નીકળેલી ટીમે નક્સલીઓ પર હુમલો કર્યો
- એન્કાઉન્ટર કેશકુતૂલ પાસે શરૂ થયું હતું. અહીં સીઆરપીએફ અને સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગ માટે નીકળી હતી. તે સમયે જ નક્સલીઓએ ટીમ પર હુમલો કર્યો હતો. તેમાં ઓપી સાઝી અને મહાદેવ પાટિલનું મોત થઈ ગયું હતું. જ્યારે જવાન મદનલાલ ઘાયલ થયા હતા. જવાબમાં જવાનો તરફથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
- ફાયરિંગની ઝપટમાં આવી જતા એક સગીર બાળકી જિબ્બી તેલમનું પણ મોત થઈ ગયું હતું જ્યારે આદિવાસી સગીર બાળકી રિંકી હેમલા ઘાયલ થઈ હતી. આ બાળકી માલ લોડિંગ વાહન સાથે હજારથી આવી રહી હતી.