છબીલનો ‘ભાઉ’ સાથેના ફોટોગ્રાફે ભાનુશાળીના હત્યાનો ભેદ ઉકેલ્યો

0
234

અમદાવાદ: કચ્છના ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં કરાયેલી હત્યામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી મનીષા ગોસ્વામીની સંડોવણી પોલીસ તપાસમાં બહાર આવી છે. છબીલ પટેલ અને મનીષા બંનેને જયંતી ભાનુશાળી વચ્ચે આર્થિક બાબતોને લઈને વિવાદ હતા જેના પગલે તેમણે બંનેએ ભેગા મળી હત્યાનું કાવતરુ ઘડયું હોવાનું બહાર આવ્યું છે. જંયતી ભાનુશાળીની હત્યામાં છબીલ અને મનિષા સામેલ હતા અને સુરજીત ભાઉએ તેમને મદદ કરી હતી.

છબીલ પટેલ અને સુરજીત ભાઉએ મનીષાને મદદ કરી હતી

ભાનુશાળીના ભત્રીજા સુનીલે નરોડા પોલીસ સ્ટેશનમાં મનીષા વિરુદ્ધ 4 એપ્રિલ, 2018ના રોજ ફરિયાદ કરી હતી. ત્યારબાદ બે મહિના પછી ફરી નરોડા પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ કરી હતી. પહેલી ફરિયાદ અનુસંધાને મનીષાની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં મનીષાને જામીન મળે તે માટે છબીલ પટેલે તથા સુરજીત ભાઉએ મદદ કરી હતી. આમ છબીલ પટેલ અને તેના દુશમન જયંતી ભાનુશાળીની વિરુદ્ધમાં પડેલી મનીષા એકબીજાની સાથે થઈ ગયા હતા અને ભાનુશાળીનું કાસળ કાઢવાની યોજના બનાવી હતી.

છબીલ પટેલ અને મનીષા પુનામાં શાર્પ શૂટરોને મળ્યા હતા

જયંતી ભાનુશાળીની હત્યા માટે છબીલ પટેલ, મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ તથા તેની ગેંગના માણસો નવેમ્બર, 2018માં પુનામાં શાર્પશૂટરોને મળ્યા હતા અને સમગ્ર હત્યાને કઈ રીતે અંજામ આપવો તે નકકી થયુ હતું. હત્યાની યોજના અનુસાર 25 ડિસેમ્બર, 2018ના રોજ એક આરોપી પુનાથી આવેલા શાર્પશૂટર શશીકાંત કાંમલેને લઈ રેલડી સ્થિત છબીલ પટેલના નારાયણી ફાર્મ હાઉસમાં આવ્યો હતો.

છબીલ પટેલના બે ભાગીદાર નીતિન-રાહુલ પટેલની ધરપકડ

ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને જયંતી ભાનુશાળી વચ્ચે અને મનીષા ગોસ્વામી અને ભાનુશાળી વચ્ચે પણ આર્થિક મુદાઓને લઈને વિવાદ હતો. આ બાબતને લઈને બંનેએ ભેગા મળી ભાનુશાળીની હત્યા માટે કાવતરું ઘડયું હતું. હાલ પુનાના બે શાર્પશૂટરો શશીકાંત કાંબલે અને શેખ અશરફ અનવર ( પુના)ના નામ બહાર આવ્યા છે. તેમજ છબીલના બે ભાગીદાર નીતિન-રાહુલની ધરપકડ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here