Saturday, September 25, 2021
Homeછબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની 17 કલાક પૂછપરછ બાદ ધરપકડ
Array

છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની 17 કલાક પૂછપરછ બાદ ધરપકડ

અમદાવાદ: કચ્છ ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યાના કેસના મુખ્ય આરોપી તેમ જ કાવરતાખોર છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની સીઆઈડી ક્રાઇમ દ્વારા રવિવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી. સિદ્ધાર્થને સોમવારે સવારે ભચાઉ કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માગવામાં આવશે. જયંતી ભાનુશાળીની હત્યા થઈ ત્યાર બાદથી સિદ્ધાર્થ ગોવા નાસી ગયો હતો અને ત્યાંની હોસ્ટેલમાં રોકાયો હતો. જોકે શનિવાર સાંજથી ચાલી રહેલી પૂછપરછમાં સિદ્ધાર્થે જરા પણ સાથ સહકાર આપ્યો નહીં હોવાનું પોલીસનું કહેવું છે.

રવિવારે સવારે 11 વાગ્યે તેની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી

જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં સિદ્ધાર્થ છબીલ પટેલની સંડોવણી હોવાનું જાણવા મળતા સીઆઈડી ક્રાઈમે તેને પૂછપરછ માટે હાજર રહેવા સમન્સ આપ્યું હતું, જેના આધારે સિદ્ધાર્થ શનિવારે સાંજે 5 વાગ્યે સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં હાજર થયો હતો. જ્યાં 17 કલાક સુધી સિદ્ધાર્થની પૂછપરછ કરવામાં આવ્યા બાદ રવિવારે સવારે 11 વાગ્યે તેની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી.

સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, હત્યા થઈ ત્યારે સિદ્ધાર્થ ભુજમાં જ હતો. ત્યાર બાદ તે અમદાવાદ આવ્યો હતો, પરંતુ તેના ઘર બહાર પત્રકારોની ભીડ હોવાથી તે ગોવા જતો રહ્યો હતો. ત્યાંથી શનિવારે સાંજે તે સીઆઈડી ક્રાઇમની ઓફિસે હાજર થયો હતો. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 2 શાર્પશૂટર અને સિદ્ધાર્થ સહિત 6 આરોપીની ધરપકડ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments