Tuesday, September 21, 2021
Homeછૂટાછેડાનાં ન્યૂઝ છાપનાર 'OK' મેગેઝિન પર પ્રિયંકા અને નિક જોનાસ માનહાનિનો કેસ...
Array

છૂટાછેડાનાં ન્યૂઝ છાપનાર ‘OK’ મેગેઝિન પર પ્રિયંકા અને નિક જોનાસ માનહાનિનો કેસ કરશે

બોલિવૂડ ડેસ્કઃ માર્ચના છેલ્લાં અઠવાડિયામાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના છૂટાછેડાના સમાચારે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. ‘OK’ નામના અમેરિકન મેગેઝિને એવો દાવો કર્યો હતો કે આ કપલ છૂટાછેડા લેવાનું છે. આ સમાચાર વાઇરલ થયા બાદ પ્રિયંકા અને નિકે આ મેગેઝિન પર માનહાનિનો કેસ કરવાનું નક્કી કરી લીધું છે.

લીગલ ટીમ કરશે હેન્ડલ
એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ બોલિવૂડ લાઇફના સમાચાર મુજબ, પ્રિયંકાની કાનૂની ટીમ આ ન્યૂઝ મેન્યુફેક્ચરિંગ ટેબ્લોઇડ સાથે વાત કરશે અને ખાતરી કરશે કે આ સમાચાર ખોટા છે એવું તેઓ સ્વીકારે. જો તેમણે આ વાત ના માની તો પ્રિયંકા અને નિક આ મેગેઝિન પર તેમને બદનામ કરવાનો કેસ માંડશે.

આવી રીતે આવ્યા હતા છૂટાછેડાના ન્યૂઝ
આ મેગેઝિને એવા ન્યૂઝ છાપ્યાં હતા કે, તેઓ બધી વાત પર લડી રહ્યા છે. નિકે પ્રિયંકાની વાતમાં આવીને લગ્ન કર્યા અને હવે તે પસ્તાઈ રહ્યો છે. મેગેઝિને એમ પણ લખ્યું હતું કે નિકનું કુટુંબ લગ્ન સમાપ્ત કરવા વિનંતી કરી રહ્યું છે. નિકના પરિવારે શરૂઆતમાં વિચાર્યું હતું કે પ્રિયંકા એક મેચ્યોર મહિલા છે જે કુટુંબ અને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ઘણા મેગેઝિને નકાર્યા હતા આ ન્યૂઝ
ઘણાં મેગેઝિને પ્રિયંકા અને નિકના ડિવોર્સની વાત નકારી કાઢી હતી. આ ઉપરાંત, પ્રિયંકાના પ્રતિનિધિએ પણ પુષ્ટિ કરી હતી કે આ એક મૂર્ખ વાર્તા હતી. એક નજીકના સૂત્રે છૂટાછેડાના સમાચાર વિશે જણાવ્યું હતું કે, ‘આ બધી અફવા છે અને પોતાની વધુ કોપી વેચવા માટે જાતે બનાવવામાં આવેલી વાર્તાઓ છે. પ્રિયંકા અને નિક લગ્નથી ખુશ છે. પરંતુ તે જોતાં દુઃખ થાય છે કે તેઓ લગ્ન બંધનમાં જોડાયેલા છે તેમ છતાં લોકો તેમને ટાર્ગેટ કરી રહ્યા છે. જો આ એપ્રિલ ફૂલ હતું તો તે ચોક્કસપણે બહુ ખરાબ હતું.’ તો હવે પ્રિયંકા અને નિક છૂટાછેડાની વાત પર આગળ શું એક્શન લે છે તે જોવું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments