Tuesday, September 28, 2021
Homeછેલ્લા 3 વર્ષ થી કન્સિસ્ટન્ટ રહેલી હૈદરાબાદ ઓન પેપર સૌથી સ્ટ્રોંગ ટીમ
Array

છેલ્લા 3 વર્ષ થી કન્સિસ્ટન્ટ રહેલી હૈદરાબાદ ઓન પેપર સૌથી સ્ટ્રોંગ ટીમ

સ્પોર્ટ્સ ડેસ્ક: છેલ્લા ત્રણ વર્ષથી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સારો દેખાવ કરતી આવી છે. તેમ છતાં તે ચેન્નાઇ, મુંબઈ અને બેંગ્લોર જેટલી ચર્ચામાં નથી રહી. તેમની ટીમમાં ભારતનો કોઈ સ્ટાર ખેલાડી નથી, તેમ છતાં ઓન-પેપર તેમના જેટલી સ્ટ્રોંગ ટીમ કોઈ નથી. બેટ્સમેન, બોલર્સ અને ઓલરાઉન્ડર તેઓએ ઑક્શનમાં તમામ એરિયા કવર કર્યા છે. ત્યાં સુધી કે ભારતના પૂર્વ કેપ્ટ્ન અનિલ કુંબલેનું તો માનવું કે તેઓ આરામથી પ્લે-ઓફમાં પહોંચી જશે.

હૈદરાબાદ માટે સૌથી મોટો ફાયદો ડેવિડ વોર્નરની વાપસી છે. ખાસ કરીને વોર્નરની હાજરી શિખર ધવનની ગેરહાજરીને હાવી નહીં થવા દે. તે સાથે જ વોર્નર કેપ્ટ્ન તરીકે કદાચ ફરજ ન નિભાવે પણ તેમ છતાં તે ટોમ મૂડી અને કેન વિલિયમસન સાથે લીડરશીપ ગ્રુપનો મહત્વનો ભાગ બની રહેશે.

ટીમ પાસે બેટિંગમાં ડેવિડ વોર્નર, રિદ્ધિમાન શાહ, મનીષ પાંડે, કેન વિલિયમ્સન, જોની બૅરિસ્ટો અને માર્ટિન ગુપ્ટિલ જેવા બેટ્સમેન છે. તો અભિષેક શર્મા, વિજય શંકર, શાકિબ અલ હસન, યુસુફ પઠાણ, મોહમ્મદ નાબી જેવા ઓલરાઉન્ડર્સ છે. તેમજ રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, બિલી સ્ટેનલેક, સિદ્ધાર્થ કોલ અને શાહબાઝ નદીમ જેવા બોલર્સ પણ છે. તેઓ એકદમ સેટલ્ડ યુનિટ દેખાઈ છે. પીચ પ્રમાણે કોઈ પણ પ્રકારના કોમ્બિનેશન સાથે સનરાઇઝર્સ મેદાને ઉતરવા સક્ષમ છે.

મિડલ ઓર્ડર પહેલા કરતા વધુ મજબૂત

છેલ્લા 3 વર્ષથી બોલિંગ સનરાઇઝર્સ હૈદરાબાદની મુખ્ય તાકત રહી છે. તે સાથે તેમને ટોપ-3માં ડેવિડ વોર્નર, શિખર ધવન અને કેન વિલિયમ્સન તરફથી યોગ્ય સપોર્ટ પણ મળી જતો હતો. જોકે આ વર્ષે તેમની પાસે મિડલ ઓવર્સમાં પણ મેચ ફેરવવાની સારી તક છ. મનીષ પાંડે, દિપક હુડા, યુસુફ પઠાણ, વિજય શંકર, શાકિબ અલ હસન અને મોહમ્મદ નાબીના રૂપે તેમની પાસે અનેક વિકલ્પ છે. દરેક ખેલાડી એકલા હાથે મેચ જીતાડે શકે તેમ છે, તેથી આ વર્ષે બોલિંગ સાથે બેટિંગમાં વધુ વિકલ્પ હૈદરાબાદની નવી તાકત તરીકે ઉભરીને બહાર આવી શકે છે.

ટીમ: યુસુફ પઠાણ, રાશિદ ખાન, શાકિબ અલ હસન, ડેવિડ વોર્નર, મોહમ્મદ નાબી, માર્ટિન ગુપ્ટિલ, અભિષેક શર્મા, રિદ્ધિમાન શાહ, બેસિલ થંપી, બિલી સ્ટેનલેક, રિકી ભુઇ, ખલીલ અહેમદ, દિપક હુડા, ભુવનેશ્વર કુમાર, નટરાજન, સંદીપ શર્મા, કેન વિલિયમ્સન, શાહબાઝ નદીમ, જોની બૅરિસ્ટો, મનીષ પાંડે, વિજય શંકર, સિદ્ધાર્થ કોલ અને શ્રીવત્સ ગોસ્વામી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments