Tuesday, September 21, 2021
Homeછોટાઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું
Array

છોટાઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

છોટાઉદેપુરઃ છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાએ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને સાંસદ રામસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

ગીતાબેન રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યાં પહેલા છોટાઉદેપુરના શાસ્ત્રીનગર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે છોટાઉદેપુરની જનતા અને કાર્યકરોને સંબોધન કર્યું હતું. ત્યારબાદ વિશાળ રેલી કાઢીને ગીતાબેન રાઠવાએ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments