છોટાઉદેપુર : બોડેલી ખાતે તપોવન વિદ્યાલયનો તૃતીય વાર્ષિક મહોત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ ભેર ઉજવવામાં આવ્યો

0
49
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ તપોવન વિદ્યાલયનો તૃતીય વાર્ષિક મહોત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ ભેર ઉજવવામાં આવ્યો હતો.  જેમાં શાળાનાં સિનીયર કે. જી.થી ધોરણ-૧૨ સાયન્સ સુધીના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. લગભગ ૨૫ જેટલી ઈવેન્ટ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહંતશ્રી ભીતરદાસ સાહેબ, મંડળના પ્રમુખ ડી.એન રાજપુત, મંત્રી શ્રીમતી વસંતાબેન સોલંકી, કવાંટથી ડો. કે.સી.પરમાર , સંખેડા પ્રાથમિક શિ.સંઘના મંત્રી પ્રવિણસિંહ ઝાલા, કવાંટ સ્કૂલના આચાર્ય યશવંતસિંહ સોલંકી તેમજ વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી બાળકો દ્વારા રજૂ કરાયેલ કાર્યક્રમોને નિહાળી  કાયૅક઼મને સફળ બનાવ્યો હતો. કાયૅક઼મ દરમ્યાન વર્ષ દરમ્યાન શાળા કક્ષાએ યોજાયેલ જુદી જુદી સ્પર્ધાઓ માં ૧ થી ૩ નંબર મેળવેલ વિદ્યાર્થીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું અને માર્ચ-૨૦૧૯ ની પરીક્ષામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને સારા પરીણામ માટે શુભેચ્છા પાઠવી હતી . આભારવિધી શાળાના આચાર્ય નિમિઁત દેસાઈએ કરી હતી જ્યારે  સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષીકા નિધી પટેલ કર્યું હતું.
રિપોર્ટર : પરેશ ભાવસાર CN24NEWS બોડેલી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here