Tuesday, September 28, 2021
Homeછોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું
Array

છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

છોટાઉદેપુરઃ છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે રણજીતસિંહ મોહનસિંહ રાઠવાએ કલેક્ટર કચેરી ખાતે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોગ્રેસના કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા.

રણજિતસિંહ રાઠવાએ ઉમેદવારી ફોર્મના સોગંદનામામાં 2 લાખ રૂપિયાની રોકડ રકમ બતાવી છે. અને રૂ 10 લાખનું 32 તોલા સોનુ, રૂ 1.40 લાખની ચાર કિલો ચાંદી અને 2.50 લાખ રૂપિયાના ડાયમંડ હોવાનું જાહેર કર્યું છે. બી. એડ. કોલેજ અને આર્ટ્સ અને નર્સિંગ કોલેજ વાર્ષિક ભાડું રૂ 7.95 લાખ આવે છે. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં જમીનો ધરાવે છે. તેઓએ પોતાની જંગમ મિલકત રૂ 52.27 લાખ જ્યારે સ્થાવર મિલકત રૂ 2.25 કરોડ દર્શાવી છે અને તેમની પાસે કાર હોવાનું જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments