જંબુસરઃ બોઈલરમાં એકાએક જોરદાર ધડાકો થતાં ૮ લોકો ઈજાગ્રસ્ત, ૧ કર્મચારીનું મોત

0
13

વડોદરાના જંબુસરમાં આવેલી પીઆઈ ઈન્ડસ્ટ્રીના બોઈલરમાં બ્લાસ્ટ થવાને એક મજૂરનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ૮ કર્મચારીઓને ઈજાઓ પહોંચી છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કર્મચારીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. અને ત્યાં કામ કરતાં લોકોએ અફરાતફરીના માહોલ વચ્ચે દોડધામ મચાવી મૂકી હતી. આ બ્લાસ્ટમાં ઈજા પહોંચેલાં કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, જંબુસરની પી.આઈ ઇન્ડસ્ટ્રીઝના બોઇલરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ત્યાં કામ કરતાં આઠ કર્મચારીઓ તેની ચપેટમાં આવી ગયા હતા. જેઓને તાત્કાલિક જંબુસરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પણ અહીં ઈજાગ્રસ્તોમાંથી એક કર્મચારીનું મોત નિપજ્યું હતું.

તો આ બ્લાસ્ટમાં ઈજા પામેલાં અન્ય સાત લોકોને તાત્કાલિક વધારે સારવાર અર્થે જંબુસરથી વડોદરા ખસેડવામાં આવ્યા હતા. અને હાલ તેમની વડોદરામાં સારવાર ચાલી રહી છે. અને આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બ્લાસ્ટ કયા કારણે થયો તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here