Tuesday, October 26, 2021
Homeજગતનો તાત રાતા પાણીએ રડે નહીં તો શું કરે, કૃષિ ઉત્પાદનનો વૃદ્ધિ...
Array

જગતનો તાત રાતા પાણીએ રડે નહીં તો શું કરે, કૃષિ ઉત્પાદનનો વૃદ્ધિ દર 0.40 ટકા વધ્યો પણ આવકનો આંક શૂન્ય

નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતના કૃષિ ઉત્પાદનનો વૃદ્ધિ દર ૩.૮૦ ટકા રહેવાની ધારણાં મૂકવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીએ આ દર ૦.૪૦ ટકા વધુ છે. ઉત્પાદનમાં વધારાને કારણે ખેડૂતોની આવકમાં સતત બીજે વર્ષે પણ વધારો જોવાતો નથી.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકસ ઓફિસ દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે, નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં કૃષિ તથા સંલગ્ન પ્રવૃતિઓમાં ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) ૩.૮૦ ટકા પર સ્થિર રહેવાની ધારણાં છે. નાણાં વર્ષ ૨૦૧૭-૧૮માં ખેત પેદાશોના ભાવમાં સરેરાશ ૧.૧૦ ટકા વૃદ્ધિ નોધાઈ હતી જ્યારે વર્તમાન વર્ષમાં આ આંક શૂન્ય રહેવાની ધારણાં મૂકવામાં આવી છે. છેલ્લા ૧૦ વર્ષમાં આ સૌથી નીચો દર રહેશે એમ કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો જણાવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ ક્ષેત્ર તાણ હેઠળ રહેવાના આના પરથી સંકેત મળી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી કૃષિ જણસોની ભાવ વૃદ્ધિ સતત ઘટી રહી છે. નાણાં વર્ષ ૨૦૧૪-૧૫માં ભાવ વૃદ્ધિ જે ૮.૮૦ ટકા રહી હતી તે વર્તમાન નાણાં વર્ષના અંતે ઘટીને શૂન્ય ટકા રહેવા ધારણાં મુકાઈ છે.

વર્તમાન વર્ષના મેમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા સરકાર માટે આ સ્થિતિ પ્રતિકૂળ બની શકે છે. વર્તમાન નાણાં વર્ષની ખરીફ મોસમમાં દરેક કૃષિ પેદાશોની કિંમત તેના ઉત્પાદન ખર્ચથી નીચે રહી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ખરીફ કઠોળના ભાવ પણ સરકાર લઘુત્તમ ટેકાના ભાવથી નીચે બોલાઈ રહ્યા છે. વર્તમાન નાણાં વર્ષના ખરીફ મોસમનું અનાજ ઉત્પાદન ૧૪.૧૫ કરોડ ટન રહ્યું હતું જે ગયા નાણાં વર્ષમાં ૧૪.૦૭ કરોડ ટન રહ્યું હતું. વર્તમાન વર્ષની ખરીફ તથા રવી મોસમ માટે સરકારે લઘુત્તમ ટેકાના ભાવમાં જોરદાર વધારો કર્યો હોવા છતાં ખુલ્લા બજારમાં ભાવ દબાયેલા જોવા મળે છે.

સરકારી યંત્રણા દ્વારા નોંધપાત્ર ખરીદી થઈ રહી હોવા છતાં ભાવ તે પ્રમાણે ઉંચકાતા નહીં હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. બીજી બાજુ એક ભારતીયની વાર્ષિક સરેરાશ આવક વર્તમાન નાણાં વર્ષના અંતે રૂપિયા ૧.૨૫ લાખ રહેવાનો પણ અંદાજ મુકાયો છે. ૨૦૧૧-૧૨માં આ આંક રૂપિયા ૬૩૬૪૨ રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments