જમવાનું જમ્યા બાદ માત્ર એક વાટકી ખાવ દહીં, થશે આ જોરદાર ફાયદા

0
75

ભારતમાં દહીંને જમ્યા બાદનો એક મહત્વનો ભાગ છે. અહીંયા દહીં અને દહીંથી બનેલી કેટલીક ચીજો ખાવાની સાથે લેવામાં આવે છે. દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દૂધથી બનેલી આ ચીજમાં ખૂબ માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામીન હોય છે. દહીંની સૌથી સારી વાત એ છે કે આ સરળતાથી મળી શકે એમ હોય છે. જો તમે જમ્યા બાદ કે જમતી વખતે એક વાટકી દહીં ખાવ છો તો એનાથી તમને જોરદાર ફાયદા થશે.

એસિડીટીથી બચાવ
કેટલાક લોકોને જમવાનું જમ્યા બાદ એસિડીટી થવા લાગે છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો જમ્યા બાદ તરત જ એક વાટકી દહીં ખાઇ લો, આ દહીં તમારા શરીરનું પીએચ બેલેન્સ બનાવીને રાખશે. સાથે સાથે પેટમાં ખાવાની સાથે ઉત્પન્ન થયેલી ગરમીને ઓછી કરશે. જેનાથી તમને એસિડીટી થશે નહીં.

હાર્ટબર્ન અને ઊબકા રોકે
જો તમારું ખાવાનું અન્નનળીમાં ફસાઇ જાય, તો ઊબકા ક્યાં તો હાર્ટબર્નની  સમસ્યા થવા લાગે છે. જો જમ્યા બાદ છાશ અથવા દહીં લો છો તો તમને આ સમસ્યાથી મુક્તિ મળશે. સાથે તમારું જમવાનું સરળતાથી પચી શકશે. તમે એક ગ્લાસ છાશમાં થોડું શેકેલું જીરૂ નાંખીને પણ પી શકો છો.

પાચનક્રિયા વધારે
પ્રોબાયોટિક હોવાને કારણે દહીંમાં નિટામીન બી 12 અને માઇક્રોઓર્ગેનિઝ્મ થાય છે જે પેટમાં બેક્ટેરિયા વધારે છે. દહીં જમવાનું પચાવવામાં મદદ કરે છે અને કબ્જિયાતથી છુટકારો અપાવે છે.

દૂધ કરે છે નુકસાન? તો દહીં લો
કેટલાક લોકોને દૂધમાં રહેલા લેક્ટોઝના કારણે એ પચતું નથી, એવામાં એ દૂધ જેવા ફાયદા દહીંથી લઇ શકે છે. એનાથી તમને કેલ્શિયમ અને બીજા વિટામીન્સ મળી જશે. એ પણ કોઇ લેક્ટોઝ વગર.

ખાવાની સાથે દહીં ઘણી રીતે ખાવામાં આવે છે. તમે દહીંમાં શાકભાજી નાંખીને રાયતું બનાવી શકો છે. મીઠું અથવા ખાંડ ઉમેરીને દહીં ખાઇ શકો છે. છાશ પી શકો છો. અથવા સાદુ દહીં પણ ખાઇ શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here