જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ બાદ નેતાઓના ઘર, સંપત્તિઓ અને ઓફિસો સીલ, 4 દિવસમાં 200 ધરપકડ

0
16

ઇસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ હવે ભારત સરકારે અલગાવવાદી ગ્રુપ જમાત-એ-ઇસ્લામી જમ્મુ-કાશ્મીર (Jamaat-e-Islami Jammu and Kashmir)ના કથિત રીતે રાષ્ટ્ર વિરોધી અને વિધ્વંસકારી ગતિવિધિઓ માટે ગેરકાયદે ગતિવિધિ અધિનિયમ હેઠળ પ્રતિબંધિત કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પર એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ગૃહ મંત્રાલય દ્વારા પ્રતિબંધને લઇને સુચના જાહેર કરી છે. જમાત-એ-ઇસ્લામી જમ્મુ-કાશ્મીરના 70થી વધુ બેન્ક એકાઉન્ટ્સ સીલ કરી દેવામાં આવ્યા છે. કિશ્તાવરમાં વધુ ત્રણ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. સરકારે 52 કરો રૂપિયાના ફંડ પણ ફ્રીઝ કરી દીધું છે.

આતંકવાદ સંગઠનો સાથે સંપર્ક હોવાનો આરોપ
જમાત-એ-ઇસ્લામી જમ્મુ કાશ્મીર સામે દેશમાં રાષ્ટ્ર વિરોધી અને વિધ્વંસકારી ગતિવિધિઓમાં સામેલ હોવા અને આતંકવાદી સંગઠનોની સાથે સંપર્કમાં હોવાનો આરોપ છે. આ જૂથ પર પ્રતિબંધ લગાવ્યા બાદ સરકારે મોટી કાર્યવાહી કરી છે અને તેમના નેતાઓના અનેક મકાનો, ઓફિસો અને સંપત્તિઓને સીલ કરી દીધા છે.
શનિવારે કાશ્મીરમાં અનેક સ્થળો પર અધિકારીઓએ જમાત-એ-ઇસ્લામીના કાર્યકર્તાઓના ઘરો અને સંપત્તિઓને સીલ કરી દીદી. મેજિસ્ટ્રેટે જમાત-એ-ઇસ્લામીથી જોડાયેલા મકાનો અને સંસ્થાઓને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. આ અગાઉ સુરક્ષા બળોએ પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ અલગાવવાદી તાકાતો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી તથા જમાત-એ-ઇસ્લામીના અનેક નેતાઓ અને સમર્થકોની ધરપકડ કરી હતી.
4 દિવસમાં 200થી વધુ ધરપકડ
એક રિપોર્ટ અનુસાર, છેલ્લાં ચાર દિવસોમાં અંદાજિત 200થી વધુ જમાત-એ-ઇસ્લામી જમ્મુ-કાશ્મીરના નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. વળી, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ની અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ લગાવવાના કેન્દ્રના નિર્ણયની શુક્રવારે નિંદા કરી અને કહ્યું કે, આ રાજ્યના રાજકીય મુદ્દાથી બાહુબળથી ઉકેલ લાવવાનો કેન્દ્ર સરકારની પહેલનું આ અન્ય ઉદાહરણ છે.
સરકારી અધિકારીઓનું કહેવું છે કે, જમાત-એ-ઇસ્લામી જ જમ્મુ-કાશ્મીર રાજ્યના સૌથી મોટાં આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદીન અને હુર્રિયત કોન્ફરન્સના ગઠન માટે જવાબદાર છે. સરકારી અધિકારીઓ અનુસાર, આ સંગઠન દાયકાઓથી પોતાના અલગાવવાદ અને પાકિસ્તાન સમર્થિત એજન્ડા હેઠળ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ માટે રાજ્યમાં અલગાવવાદી અને આતંકવાદી તત્વોને વૈચારિક અને સરસામાન સંબંધિત સહયોગ પ્રદાન કરી રહ્યા છે.
એક અધિકારીએ કહ્યું, જેઇલ (J&K) જમ્મુ કાશ્મીરમાં સક્રિય મોટાં આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદીનના ગઠન માટે જવાબદાર છે. પાકિસ્તાનના સહયોગથી ઓલ પાર્ટી હુર્રિયત કોંન્ફરન્સના ગઠળ પાછળ પણ જેએલનું જ દિમાગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here