જમાલપુરના MLA ઈમરાન ખેડાવાલાને યુવકે માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

0
23

અમદાવાદ: જમાલપુર કોંગ્રેસના ધારાસભ્ય અને કોર્પોરેટર ઈમરાન ખેડાવાલાને ગઈકાલે રાત્રે ફારૂક રોલવાળાએ ગાળો ભાંડી ઝપાઝપી કરી હતી. આ મામલે ઈમરાન ખેડાવાલાએ ફારૂક સામે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


જમાલપુરમાં ધારાસભ્ય મિત્રો સાથે બેઠા હતા ત્યારની ઘટના

ઈમરાન ખેડાવાલા ગઈકાલે રાત્રે જમાલપુર નગીના મસ્જિદ પાસે આવેલા પાન પાર્લર પર તેમના મિત્રો સાથે બેઠા હતા તે દરમિયાન પાછળથી અચાનક ફારૂક રોલવાલા( રહે.ખત્રીવાડ જમાલપુર) આવીને ઈમરાન ખેડાવાલાને ધક્કુ માર્યું હતું. ખેડાવાલા સાથે ફારૂકે મારામારી કરી ગાળો ભાંડી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી ફારૂક ત્યાંથી જતો રહ્યો હતો.

ફારૂક ઈમરાન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનામ કરતો હતો

ઈમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે કે ફારૂક છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં બદનામી થાય તેવા લખાણો પોસ્ટ કરતો હતો અને સાથે ઓડિયો ક્લિપ પણ વાઈરલ કરતો હતો. અવાર-નવાર ફોન કરીને ગાળો પણ આપતો હતો. આ સમગ્ર મામલે ઈમરાન ખેડાવાલાએ ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here