Tuesday, December 7, 2021
Homeજમ્મુમાં અકસ્માતમાં મોતને ભેટનાર પલસાણાની બંને NRI મહિલાના મૃતદેહ વતન લવાશે
Array

જમ્મુમાં અકસ્માતમાં મોતને ભેટનાર પલસાણાની બંને NRI મહિલાના મૃતદેહ વતન લવાશે

સુરતઃ  જમ્મુ-પઠાનકોટ હાઈવે પર રવિવારે જમ્મુથી ગુજરાતના શ્રદ્ધાળુને અમૃતસર લઈ જઈ રહેલી બસને અકસ્માત નડતાં બે મહિલાના મોત થયા હતા. જ્યારે 22 લોકોને ઇજા થઈ હતી. મૃતકમાં અમેરિકામાં રહેતા રમીલાબહેન અને દક્ષિણ આફ્રિકામાં રહેતા મીનાબહેનનો સમાવેશ થાય છે. અને બંને મહિલાઓના મૃતદેહ અને સામાન્ય ઈજાગ્રસ્ત યાત્રીઓને પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.’

ડીવાઇડર સાથે બસ અથડાતા પલટી મારી ગઈ

પલસાણા તાલુકાના ગાંગપુર અને સોયાણી ગામના વૈષ્ણોદેવી માટે 23મી ડીસેમ્બરના રોજ દર્શન કરવા નીકળ્યા હતા. 27મી ડીસેમ્બરે દર્શન કરી સુરત વિસ્તારના દર્શનાર્થીઓની લક્ઝરી બસ ( JK 02 CB 1854) પરત ફરતી હતી. જમ્મુ-પઠાનકોટ હાઇવે પર ડીવાઇડર સાથે બસ અથડાતા અકસ્માત થયો હતો. બસ પલટી મારતા અંદર સવાર દર્શનાર્થીઓને ઇજા થઇ હતી. જ્યાંરે બે એનઆરઆઇ મહિલાઓના સ્થળ પર મોત થયા હતા. આ બન્ને એનઆરઆઇ મહિલાઓ પલસાણા તાલુકાના ગાંગપુર અને સોયાણી ગામની છે. ગાંગપુર ગામના અને અમેરીકાના ન્યુજર્સી ખાતે રહેતા રમીલાબેન નરેશભાઇ પટેલ અને  સોયાણી ગામના અને સાઉથઆફ્રીકામાં જોહાનીસબર્ગમાં રહેતા મીનાબેન પીયુષભાઇ પટેલ હોવાનુ જાણવા મળેલ છે.

મામલતદારે મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી

પલસાણા મામલતદાર સોયાણી અને ગાંગપુર ગામના કેટલા દર્શનાર્થીઓ અંગેની જાણકારી મેળવી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનો સાથે પલસાણા મામલતદારએ પણ ગાંગપુર અને સોયાણી ગામે મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. અને મૃતકોના મૃતદેહ વતન પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત શહેર વિસ્તારના 5 યાત્રાળુઓ, બીલીમોરાના 4 અને બાકીના 30 યાત્રાળુઓ સુરત જિલ્લાના રહીશો હોવાનું ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સુરતના પ્રકાશભાઈએ જણાવ્યું હતું. આ પૈકીના 22 યાત્રાળુઓને ઈજા થઈ હતી.

આફ્રિકામાં મોટેલના વ્યવ્સાય સાથે સંકળાયેલા મહિલાનું મોત

મૂળ પલસાણાના સોયાણી ગામના વતની મૃતક મીનાબેન સાઉથ આફ્રિકા જોનીશબર્ગના રહેવાસી છે. અને મોટેલના વ્યવ્યસાય સાથે સંકળાયેલા હતા. થોડા દિવસો પહેલા જ વતન આવ્યા હતા. પાટીદાર સમાજમાંથી આવતી મહિલાઓના મૃત્યુ અંગે ગ્રામજનો સાથે પાટીદાર સમાજના આગેવાનોમાં પણ શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.

પતિ વતનમાં રોકાયા ને પત્ની દર્શને જતા મોતને ભેટી

મૂળ પલસાણા તાલુકાના ગાંગપુર ગામના વતની મૃતક રમીલાબેન નરેશભાઈ પટેલ (ઉ.વ.50)  હાલમાં જ તેમના પતિ સાથે અમેરિકાથી ભારત આવ્યા હતા. તેમના પતિ નરેશભાઈ ગાંગપુર રોકાયા હતા. જ્યારે રમીલાબેન અન્ય સગા સંબંધીઓ સાથે વૈષ્ણોદેવી ગયા હતા. જેમાં રમીલાબેનનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું.

મૃતદેહોને લાવવા પરિવારજનો વિમાન માર્ગે જમ્મુ જવા રવાના

પલસાણા તાલુકાનાં ગાંગપુર ગામનાં રમીલાબેન નરેશભાઈ પટેલ અને સોયાણી ગામનાં મીનાબેન પિયુષભાઈ પટેલનાં મૃતદેહને જમ્મુથી લાવવા માટે અહીંથી પિરવારજનો સુરત તથા અમદાવાદથી વિમાન માર્ગે જમ્મુ જઈ રહ્યા છે. આજે (સોમવાર) જમ્મુ પહોંચીને બંને મૃતદેહ તેમજ કેટલાક ઈજાગ્રસ્તોને પરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મરનાર રમીલાબેન પટેલનાં ભત્રીજા વહુ ધર્મિષ્ઠાબેન અને ઘલુડા ગામનાં જયેશ પટેલની પત્ની પ્રતિભાબેનને ગંભીર ઈજા થયેલી હોવાનું જાણવા મળે છે.

ઈજાગ્રસ્તોની યાદી

– હિતેશ રમેશભાઈ (ઉ.વ.42)
– ભક્તિબેન (ઉ.વ.32)
– પીયુષભાઈ (ઉ.વ.42)
– બસંતીબાઈ દિનેશભાઈ (ઉ.વ.58)
–  જયેશભાઈ નટવરભાઈ (ઉ.વ.44)
– બીન્ની જયેશભાઈ (ઉ.વ.17)
– બળવંતભાઈ ઈશ્વરભાઈ (ઉ.વ.59)
– પ્રતિબા જયેશભાઈ (ઉ.વ.32)
– વિકાસ દિપકભાઈ (ઉ.વ.34)
– ચંપાબેન હરીશભાઈ (ઉ.વ.55)
– ધનસુખભાઈ મુરાગભાઈ (ઉ.વ.62)
– ધાર્મી ધારવી પટેલ (ઉ.વ.34)
– હિમાંગીબેન જયંતભાઈ (ઉ.વ.40)
– રવિ રવિભુષણ પટેલ (ઉ.વ.27)
– મીનેશ નીતિનભાઈ (ઉ.વ.25)
– કેલાશબેન ધનસુખભાઈ (ઉ.વ.55)
– વ્રમીલા ભરતભાઈ
– અલકા હિતેન્દ્રાભાઈ (ઉ.વ.55)
– જયંત રમણભાઈ પટેલ (ઉ.વ.48)
– રોમીલા અલ્પેશ (ઉ.વ.45)
–  કિરણકુમાર નાનુભાઈ પટેલ (ઉ.વ.61)
– રાગીણી રાહુલ (ઉ.વ.46)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments