Friday, December 3, 2021
Homeજમ્મુમાં એક બસની અંદર બ્લાસ્ટ, 8 લોકો ઘાયલ; પોલીસે તપાસ શરૂ કરી
Array

જમ્મુમાં એક બસની અંદર બ્લાસ્ટ, 8 લોકો ઘાયલ; પોલીસે તપાસ શરૂ કરી

શ્રીનગર: જમ્મુની એક બસમાં આજે ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં આઠ લોકો ઘાયલ છે. જોકે બ્લાસ્ટ કેમ અને કોણે કર્યો છે તે વિશે કોઈ માહિતી મળી નથી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જમ્મુ પોલીસ હાલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં પણ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી હંદવાડા અને કુપવાડાની ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments