જમ્મુ કશ્મીરમાં સીઆરપીએફના ટ્રેઇન્ડ ડોગએ ભેખડ હેઠળ દબાયેલી વ્યક્તિને બચાવી

0
21

શ્રીનગર, તા.1 જુલાઇ 2019, ગુરૂવાર

જમ્મુ કશ્મીરના રામબન વિસ્તારમાં બુધવારે રાત્રે ભેખડ ધસી પડતાં નેશનલ હાઇવે પરનો ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો. એ દરમિયાન સીઆરપીએફના વેલ ટ્રેઇન્ડ કૂતરાએ ભેખડ નીચે દબાયેલી એક વ્યક્તિ તરફ પોતાના ટ્રેનરને સંકેત કર્યો હતો. આમ કૂતરાને કારણે પેલાનો જીવ બચી ગયો હતો.

સીઆપીએફના એક પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ બોમ્બ વિરોધી ટુકડી સાથે તાલીમબદ્ધ કૂતરો હતો. આ કૂતરો નામે અજેક્સી એક જગ્યાએ જઇને જોરથી ભસવા લાગ્યો. એના ટ્રેનરને શંકા પડતાં તરત બીજા જવાનો સાથે ત્યાં ગયો હતો. ત્યાં પહોંચ્યા બાદ જાણ થઇ કે ભેખડ ધસી પડી એની નીચે એક માણસ ફસાયેલો છે. તત્કાળ નજીક રહેલી સીઆરપીએફની ટુકડીને જાણ કરવામાં આવી.

સીઆરપીએફના કમાન્ડર એન એન મુર્મુ તરત પોતાના સાથીદારો જોડે ત્યાં દોડી ગયા હતા અને ભેખડ હેઠળ ફસાયેલી વ્યક્તિને ઊગારી લીધી હતી. જો કે એને ઇજા થઇ હોવાથી તરત હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

પાટનગર નવી દિલ્હીમાં સીઆરપીએફના વડાએ આ શ્વાનના ટ્રેનર કોન્સ્ટેબર રાજેશ કુમાર અને ઇન્સ્પેક્ટર એન એન મુર્મુને ડીજી ચક્ર અને સર્ટિફિકેટ આપવાની ભલામણ સરકારને કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here