Sunday, November 28, 2021
Homeજમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં 3 આતંકી ઠાર, 22 દિવસમાં 38 આતંકીને ઢાળી દેવાયા
Array

જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં 3 આતંકી ઠાર, 22 દિવસમાં 38 આતંકીને ઢાળી દેવાયા

ભારતીય સુરક્ષા દળોને મળી મોટી સફળતા, કાશ્મીરમાં આતંકવાદનો ખાતમો બોલાવવા અભિયાન

  • ભારતીય સુરક્ષા દળોને મળી મોટી સફળતા, કાશ્મીરમાં આતંકવાદનો ખાતમો બોલાવવા અભિયાન

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના અનંતનાગ (Anantnag) સેક્ટરમાં ફરી એકવાર ભારતીય સુરક્ષાદળો (Indian security force) અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. તાજેતરની મળતી જાણકારી મુજબ ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

હાલ ફાયરિંગ રોકી દેવામાં આવ્યું છે પરંતુ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને રાખ્યો છે. સૂત્રો મુજબ હજુ કેટલાક આતંકવાદી છુપાયા હોઈ શકે છે, જેમને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે છેલ્લા 22 દિવસમાં 38 આતંકવાદીઓને મારવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ભારતીય સુરક્ષા દળોને ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા હતા કે કેટલાક આતંકવાદી અનંતનાગ સેક્ટરમાં છુપાયેલા છે. ઇન્ટેલિજન્સ જાણકારીના આધારે સુરક્ષા દળોએ સ્થાનિક પોલીસ અને સીઆરપીએફની સાથે મળી એક સંયુક્ત ટીમ તૈયાર કરી. ત્યારબાદ ટીમે રૂનીપોરા વિસ્તારને ઘેરી લીધો. જેવું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો આતંકીઓ એક ઘરમાં છુપાઇને ફાયરિંગ કરવા લાગ્યા.

ગોળી છુટવાનો અવાજ આવતા જ ભારતીય જવાનોએ પણ ફાયરિંગ શરૂ કરી દીધું. લાંબા સમય સુધી ચાલેલા ફાયરિંગ બાદ ત્રણ આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા.

નોંધનીય છે કે, શુક્રવારે જમ્મુ-કાશ્મીરના ત્રાલ સેક્ટરમાં થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા હતા. ઠાર મરાયેલા ત્રણેય આતંકવાદીઓ પાસેથી એક AK47 અને બે પિસ્તોલ મળી આવી હતી.

છેલ્લા 22 દિવસમાં 38 આતંકવાદી ઠાર મરાયા છે. બીજી તરફ આ વર્ષે સુરક્ષા દળોએ 113 આતંકવાદીઓને ઢાળી દીધા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments