Tuesday, September 28, 2021
Homeજમ્મુ કાશ્મીરના સોપોરમાં સતત ત્રીજા દિવસે આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, આઠ...
Array

જમ્મુ કાશ્મીરના સોપોરમાં સતત ત્રીજા દિવસે આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, આઠ આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરના સોપોરમાં સતત ત્રીજા દિવસે આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ થઈ છે. સેનાએ છેલ્લા 36 કલાકમાં આઠ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમા બાંદીપોરાના હાજીનમાં બે, શોપિયા અને કલાંતર બે-બે આતંકવાદીનો સફાયો કરવામાં આવ્યો. સોપોર સિવાય તમામ ઠેકાણે સેનાએ ઓપરેશન પૂર્ણ કર્યુ છે. સોપોમાં સેનાને એકથી વધુ આતંવાદી છુપાયા હોવાની આશંકા છે.

અથડાણની જગ્યાએ સેનાએ સ્થાનિક નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા છે. મળતી માહિતી મુજબ સેનાએ 20થી 35 ઘરમાં તપાસ અભિયાન શરૂ કર્યુ છે. સેનાએ ગઈ કાલે બાંદીપોરાના હાજીનમાં ઓપરેશન 60 હાથ ધર્યુ હતુ. જે દરમ્યાન બે આતંકવાદીને ઠાક કરવામાં આવ્યા હતા.

આ ઓપરેશનમાં 13મી રાષ્ટ્રીય રાયફલ, સીઆરપીએફ અને એસઓજી સામેલ થઈ હતી. સેનાએ બાંદીપોરા બાદ બારામુલામાં પણ જૈશના બે આતંકવાદીને ઠાર કર્યા. અહી 52મી રાષ્ટ્રીય રાયફલ, પેરા કમાન્ડો અને સીઆરપીએફે ઓપરેશન શરૂ કર્યુ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments