જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સેના વચ્ચે આખી રાત ચાલ્યું એન્કાઉન્ટર, બે આતંકીઓ ઠાર

0
16

શ્રીનગર: ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડાના બાબાગુંડ ગામમાં આખી રાત ચાલેલા એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરાયા છે. મારવામાં આવેલા આતંકીઓના મૃતદેહનો શુક્રવારે સવારે ઘટના સ્થળેથી કબજો લઈ લેવામાં આવ્યો છે. આ પહેલાં ગુરુવારે રાતે સેનાની 22 આરઆર, 92 બટાલિયન સીઆરપીએફ અને એસઓજીની ટૂકડીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે સેનાએ સર્ચ ઓપરેશન વધાર્યું અને શંકાસ્પદ જગ્યાએ ફાયરિંગ શરૂ કરતાં આતંકીઓએ વળતો જવાબ આપવાની શરૂઆત કરી હતી. રાત્રે અંદાજે એક વાગ્યાથી ફાયરિંગ શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. આતંકીઓની ઓળખ હજુ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આ પહેલાં 27 ફેબ્રુઆરીએ સેનાએ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કમાન્ડરમાં જૈશના બે આતંકીઓને ઠાર કરી દીધા હતા. પુલવામા હુમલા પછીથી ખીણ વિસ્તારમાં સેનાનું આતંકીઓ વિરુદ્ધનું અભિયાન ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ઓપરેશન 60 શરૂ: પુલવામા આતંકી હુમલા પછી જમ્મુ-કાશ્મીરમાં સેનાએ ઓપરેશન 60 શરૂ કર્યું છે. સેનાનું માનવું છે કે, ખીણમાં અંદાજે 60 આતંકીઓ સક્રિય છે, તેમાંથી અંદાજે 35 પાકિસ્તાની છે. પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ ગાઝીને ઠાર કરવાથી શરૂ થયેલું અભિયાન હવે એક-એક કરીને જૈશના આતંકીઓને ખતમ કરવા સુધી ચાલશે. નોંધનીય છે કે, પુલવામા જૈશના આતંકી આદિલ અહમદ ડારે 14 ફેબ્રુઆરીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફની એક બસને ટાર્ગેટ કરવામાં આવી હતી. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here