જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, દિલ્હી-બિહારમાં ધુમ્મસની જનજીવન પર અસર

0
12

જમ્મુ કાશ્મીરના રાજોરીમાં હિમવર્ષા બાદ વાહન વ્યવ્હારને અસર પડી છે. હિમવર્ષાના કારણે રસ્તા પર એક  ફૂટ જેટલા બરફના થર જામ્યા છે. જેથી અનેક વાહન ચાલકો અટવાયા છે. રસ્તા પરથી બરફને હટાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર કામે લાગ્યુ છે. હિમવર્ષાન કારણે રાજોરીમાં ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ છે. બરફના કારણે પહાડો પર બરફથી ઢંકાઈ ગયા છે. મહત્વપૂર્ણ છે કે, ભારે હિમવર્ષાના કારણે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી ગયુ છે. જવાહર ટનલ પાસે હિમસ્ખલન થવાના કારણે કાઝીગુંડ તરફથી જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરમાં હજુ વધારે હિમવર્ષાની આગાહી કરી છે.

જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. રાજધાની દિલ્હીમાં પણ ગાત્રો થિજવતી ઠંડી પડી રહી છે. દિલ્હીમાં ઠંડી સાથે ધુમ્મસ અને પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યુ  છે. ધુમ્મસના કારણે દિલ્હીમાં 11 જેટલી ટ્રેન સમય કરતા મોડી ચાલી રહી છે. જેથી અનેક  મુસાફરો રેલવે સ્ટેશન પર અટવાયા છે. જ્યારે ઠંડીના કારણે અનેક લોકો શેલટર હોમમાં આશરો લઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, હવામાનમાં પલટો આવવાના કારણે દિલ્હીમાં વરસાદ પણ પડ્યો હતો.

બિહારના ગયામાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યુ છે.  શહેરમાં ઠંડી સાથે ધુમ્મસ હોવાના કારણ જનજીવન પર અસર પડી છે. લોકો ઠંડીથી બચવ  ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. શહેરમાં ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવ્હાર પર અસર પડી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાના કારણે બિહાર અને  અન્ય રાજ્યોમાં ગાત્રો થિજવતી ઠંડી પડી  રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here