Sunday, November 28, 2021
Homeજમ્મુ-કાશ્મીરમાં લોકસભા-વિધાનસભા ચૂંટણી સાથે કરાવવાની તૈયારી, તારીખોની જાહેરાતમાં સમય લાગશે
Array

જમ્મુ-કાશ્મીરમાં લોકસભા-વિધાનસભા ચૂંટણી સાથે કરાવવાની તૈયારી, તારીખોની જાહેરાતમાં સમય લાગશે

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી સાથે જ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારી કરી ચૂક્યું છે. છેલ્લી ઘડીએ આ યોજના બનાવવાના કારણે સામાન્ય ચૂંટણીની જાહેરાતમાં સમય લાગી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણીની જાહેરાત સોમવાર અથવા ત્યારબાદ ગમે તે સમયે થઇ શકે છે. ચૂંટણી આ વખતે પણ 7થી 9 ચરણમાં જ થશે. જમ્મુ-કાશ્મીર ઉપરાંત ઓડિશા, આંધ્ર, સિક્કિમ અને અરુણાચલ વિધાનસભા ચૂંટણી પણ સામાન્ય ચૂંટણીની સાથે થશે.

નવી લોકસભા આ રાજ્યોમાં વિધાનસભાના ગઠનની તારીખો અનુસાર, ચૂંટણી પંચ અલગ અલગ ચરણોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. આયોગના એક ઉચ્ચ પદના સૂત્રએ જણાવ્યું કે, સંબંધિત પક્ષોના અભિપ્રાય મતદાન અને સુરક્ષા પ્રબંધોની સમીક્ષા બાદ આયોગ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી લોકસભાની સાથે જ કરાવવા પર સહમત થયું છે.

આયોગે તમામ પક્ષો સાથે વાત કરી
આયોગે થોડાં દિવસો અગાઉ જમ્મુ-કાશ્મીરની મુલાકાત કરી તમામ પક્ષો સાથે વાતચીત કરી હતી. જમ્મુ-કાશ્મીર માટે વધુ સુરક્ષા પ્રબંધોની બ્લૂ પ્રિન્ટ આયોગને મળી ગઇ છે. સુરક્ષા બળોની ટ્રાફિક યોજનાને પણ અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. ગત સામાન્ય ચૂંટણીમાં દેશભરમાં સવા 9 લાખ મતદાન કેન્દ્ર હતા. તેની સંખ્યા 8થી 10 ટકા વૃદ્ધિ સંભવ છે.
સામાન્ય ચૂંટણીમાં માત્ર ત્રણ પેઢીનું ઇવીએમ
ચૂંટણી આયોગે લોકસભા ચૂંટણીમાં સંપુર્ણ રીતે ટેમ્પર પ્રૂફ કહેવાતી ત્રીજી પેઢીના ઇવીએમનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. 16 લાખ નવા મશીનો ખરીદવામાં આવ્યા છે. ચેડાંના પ્રયત્નો થતાં જ આ મશીન ફેક્ટરી સેટિંગ મોડમાં જતું રહેશે અને તેનો ઉપયોગ નહીં થઇ શકે. કંપનીમાં જ તેને ફરીથી શરૂ કરી શકાશે. આ મશીનો સાથે ચેડાંની કોશિશ કરનારી ઓળખ પણ શક્ય છે.
જમ્મુ-કાશ્મીરમાં 20 મે સુધી મતદાન જરૂરીઃ જમ્મુ-કાશ્મીરમાં ગત વર્ષે 19 જૂનના રોજ રાજ્યપાલ શાસન લાગુ થયું હતું. 21 નવેમ્બરના રોજ વિધાનસભા ભંગ કરવામાં આવી હતી. તેના મહિનાની અંદર ચૂંટણી કરાવવું જરૂરી છે. એવામાં રાજ્ય 20 મે સુધી વિધાનસભા ચૂંટણી કરાવવી પડશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments