Tuesday, September 21, 2021
Homeજમ્મુ કાશ્મીર ના અનંતનાગ માં આતંકીઓ સાથે અથડામણ, સતત ફાયરિંગ
Array

જમ્મુ કાશ્મીર ના અનંતનાગ માં આતંકીઓ સાથે અથડામણ, સતત ફાયરિંગ

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરૂદ્ધ મિશન ઓલઆઉટ યથાવત છે. શુક્રવારે મોડી રાત્રે અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સિક્યોરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. હાલ બંને તરફથી થોડા થોડા અંતરના વિરામ બાદ ફાયરિંગ થઈ રહ્યું છે. સિક્યોરિટી ફોર્સે હાલ તો સમગ્ર વિસ્તારને ઘેરી લીધું છે.

આ પહેલાં શુક્રવારે સવારે બડગામ જિલ્લાના પરગામ વિસ્તારમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બેઆતંકીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં પાંચ જવાન પણ ઘાયલ થયા હતા. એક સપ્તાહની અંદર અડધો ડઝન અથડામણો થઈ હતી જેમાં ડઝનબંધ આતંકી ઠાર થયા હતા. જેમાંથી મોટા ભાગના આતંકી જૈશ-એ-મોહમ્મદના છે. જૈશના આતંકી ઓએ જ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો જેમાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. જે બાદથી સિક્યોરિટી ફોર્સે ખીણ પ્રદેશમાં ઓપરેશન ઓલઆઉટ વધુ ફોર્સથી શરૂ કરાયું છે.

ગત વર્ષની તુલનાએ વધુ આતંકીઓ ઠારઃ ગત ત્રણ મહિનાથી સુરક્ષાદળોએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ શરુ કર્યું છે. આ વર્ષે માર્ચ સુધીમાં 60થી વધુ આતંકીઓ માર્યા ગયા છે, જેમાં સૌથી વધુ જૈશ-એ-મોહમ્મદના 22 આતંકી છે. આ ઉપરાંત આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના 15 અને લશ્કર-એ-તૈયબાના 14 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે ગત વર્ષે માર્ચ સુધીમાં 44 આતંકીઓ અને વર્ષ દરમિયાન 250થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments