જમ્મુ-કાશ્મીર : પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ, 2 જવાન ઘાયલ અને 1 શહીદ

0
28

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં ગુરુવારે સવારથી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ શરૂ થઇ ગઇ છે. આ એનકાઉંટરમાં અત્યાર સુધીમાં 2 આતંકીઓનાં માર્યા ગયા હોવાનુ સામે આવી રહ્યુ છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, દાલીપુરામાં સુરક્ષા દળોની ઘેરાબંદી અને શોધખોળ અભિયાન દરમિયાન સવારે આતંકીઓએ અચાનક હુમલો શરૂ કરી દીધો હતો. જેમા સુરક્ષા દળોનાં બે જવાન સહિત ત્રણ ઘાયલ થઇ ગયા છે.

સત્તાવાર સુત્રોનાં જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાઈફલ્સ (આરઆર), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સ્પેશ્યલ ઓપરેશન્સ ગ્રુપે આજે દલીપુરા ગામમાં આ અભિયાન શરૂ કર્યુ. સુરક્ષા દળોનાં જવાનોએ ગામનાં તમામ બહાર જતા માર્ગો બંધ કરી દીધા. બાદમાં સુરક્ષા દળોનાં જવાન જ્યારે ગામનાં એક ચોક્કસ વિસ્તાર તરફ વધી રહ્યા હતા ત્યારે ત્યા છુપાયેલા આતંકવાદીઓ સ્વચાલિક શસ્ત્રોથી બેફામ ગોળીઓ વરસાવી. સુરક્ષા દળોનાં જવાનને પણ તેનો વળતો જવાબ આપતા ગોળીબારી શરૂ કરી દીધી.

આ એનકાઉંટરમાં જવાનોએ બહાદુરીનો પરિચયે આપતા 2 આતંકીઓને ઠેર કરી દીધા છે, જ્યારે એક જવાન શહીદ હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. એનકાઉંટર શરૂ થયા બાદથી જ સમગ્ર વિસ્તારમાં કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. હાલમાં સુરક્ષા દળોની ટીમ આતંકીઓનાં છુપ્યા હોવાના અનુમાન સાથે શોધખોળ કરી રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here