જમ્મુ ગ્રેનેડ બ્લાસ્ટમાં 1 વ્યક્તિની મોત, બ્રિટનના NSA અજીત દોવાલ સાથે કરી વાતચીત

0
24

જમ્મુના બસ સ્ટેન્ડ પાસે ગ્રેનેડ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 27 જેટલા લોકો આ હુમલામાં ઘાયલ થયા છે. આ ઘટનાની તપાસ કરતા પોલીસે 15 જેટલા શંકાસ્પદ લોકોની ધરપરડ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ઘટના પાછળ આતંકીઓનો હાથ છે. ગ્રેનેડ બ્લાસ્ટમાં આતંકીઓનો હાથ હોવાની શંકા બાદ બ્રિટને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ સાથે વાતચીત કરી હતી. બ્રિટનના NSAએ અજીત દોવાલ સાથે વાતચીત કરી અને આતંક વિરૂદ્ધની લડાઈમાં અમે તમારી સાથે છીએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જણાવી દઈએ કે 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામાં થયેલા હુમલા બાદ જમ્મુમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જમ્મુના ભીડવાળા વિસ્તારોમાં ઘણું જ એલર્ટ હતું. આટલી સુરક્ષા બાદ પણ બસ સ્ટેન્ડના વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. જે પછી રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા હતા. ડીજી, સીઆઈએસએફને જાણકારી આપ્યા બાદ ત્યાંના તમામ યૂનિટની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

આ રીતે બની ઘટના

બ્લાસ્ટ થતાની સાથે સ્થાનિક પોલીસ અને સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. સવારે 11.30 કલાકે બસ સ્ટેશન પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જ્યાં વિસ્ફોટ થયો ત્યા પડેલી એક બસમાં કેટલાક લોકો સવાર હતા. પ્રત્યક્ષદર્શિઓના જણાવ્યા પ્રમાણે બસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો. જેથી થોડીવાર માટે બસ સ્ટેશન પર અફરા-તફરી મચી ગઈ હતી.

જમ્મુના બસ સ્ટેન્ડમાં બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ છે. મળતા અહેવાલ મુજબ આ એક ગ્રેનેડ હુમલો છે અને તેમાં 27 લોકો ઘાયલ થયા છે. પોલીસ અને સુરક્ષાળોએ બસ સ્ટેશનને ઘેરી લીધું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા હુમલા બાદ જમ્મુમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. જમ્મુના ભીડવાળા વિસ્તારોમાં ઘણી સુરક્ષા હતી પરંતુ તેમ છતાંય બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ હુમલો થઈ ગયો.

આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ડીજી સીઆઈએસઅફે જાણકારી આપી છે કે તમામ યૂનિટની સુરક્ષા વધારવામાં આવી છે. જોકે, બ્લાસ્ટના કારણ વિશે માહિતી નથી મળી શકી. પોલીસે જણાવ્યું કે આ ગ્રેનેડ હુમલો છે. જોકે, હજુ સુધી જાણી નથી શકાયું કે આ હુમલાની પાછળ કોણ છે. વિસ્ફોટ બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા છે. જે દ્રશ્યો સામે આવ્યા છે એમાં સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળની સુરક્ષા કરતાં જોવા મળી રહ્યા છે, કારણ કે વિસ્ફોટ સ્થળ પર મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here