જમ્મૂ-કાશ્મીરમાં 3 વર્ષની બાળકી દુષ્કર્મ, મહેબૂબા મુફ્તિએ કર્યું વિવાદિત ટ્વીટ

0
8

જમ્મૂ્-કાશ્મીરના બાંદીપોરામાં ત્રણ વર્ષની બાળકી પર કુકર્મનો મામલો સામે આવ્યો છે. બળાત્કારની આ ધટના બાદ કેટલાક વિસ્તારોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આ ઘટનાની નિંદા કરતા દોષીતોને શરિયા કાયદાનો હેઠળ પથ્થર મારીને મોતની સજા આપવાની વાત કરી છે.

મળતી માહિતી અનુસાર, રેપની આ ઘટના બાંદીપોરા જિલ્લાના સુંબલ વિસ્તારમાં થઇ છે. રેપનો આરોપ એક સ્થાનિક યુવક પર છે, ત્યારે મામલાની તાપસ માટે પોલીસે વરિષ્ઠ અધિકારીઓની એક વિશેષ તપાસ ટીમનું ગઠન કર્યું છે. આ માામલે આરોપી યુવકની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.

ટ્વીટર પર મહેબૂબાએ ઘટનાની કરી નિંદા
ત્યારે જમ્મૂ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તિએ આ ઘટનાની નિંદા કરતા ટ્વીટ કર્યું છે કે હું સુંબલમાં ત્રણ વર્ષની બાળકી સાથે થયેલા કુકર્મની ઘટનાને વખોડું છું. બીમાર માનસિકતાવાળા લોકો આવી ઘટનાને અંજામ આપે છે. સમાજ મોટાભાગે આવી ઘટના માટે મહિલાઓને અનિચ્છિત આમંત્રણને દોષી માને છે. પણ શું આ સાચુ છે કે એ માસૂમની ભૂલ હતી. આજે આવા સમયે શરિયા કાયદા હેઠળ આવું કામ કરનારા આરોપીને પથ્થર મારીને મોતની સજા આપવી જોઈએ. સુંબલની આ ઘટના બાદ બાંદીપોરા જિલ્લામાં તણાવભરી સ્થિતિ છે. જિલ્લામાં આરોપની સજા અપાવવા માટે ઠેર ઠેર પ્રદર્શન થઈ રહ્યા છે. તણાવભરી સ્થિતિ જોતા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

બાંદીપોરા જિલ્લામાં થયું પ્રદર્શન
ત્યારે સુંબલની ઘટના બાદ બાંદીપોરા જિલ્લામાં તણાવની સ્થિતી બનેલી છે. એક તરફ જિલ્લાના તમામ ભાગોમાં રેપ પીડિતને ન્યાય અપાવવા અને દોષિતોને સજા આપવા માટે પ્રદર્શન થઇ રહ્યા છે. ત્યારે તણાવની સ્થિને જોતા વિસ્તારમાં ભારે સુરક્ષાદળોની તૈનાતી કરવામાં આવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here