જયંતિ ભાનુશાળીની મર્ડર કેસમાં સૌથી મોટો ખુલાસો, હત્યાના કારણોના પુરાવા આવ્યા સામે

0
3813

 • CN24NEWS-11/01/2019
 • અમદાવાદઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે પોલીસ તંત્ર અને સરકાર બન્ને દોડતા થયા છે. આ મામલે એટીએસ અને ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ હત્યાને લઇને સૌથી મોટો ખુલાસો થયો છે.CN24NEWSનો ભાનુશાળીની હત્યાને લઇને સૌથી મોટો ખુલાસો
  ભાનુશાળીની હત્યા અંગત અદાવતમાં જ થઇ હોવાના પુરાવા મળ્યા છે. હત્યારાએ દરવાજો ખખડાવતા બંધ કમ્પાર્ટમેન્ટ ભાનુશાળીએ ખોલ્યું હતું. હત્યારાઓએ જયંતિ ભાનુશાળી મધરાતે ઊંધમાંથી ઉઠાડ્યા હતા. બારણું ખોલતા જ ભાનુશાળીને હત્યા કરવા આવ્યાની જાણ થઇ હતી. હત્યારાઓ ગોળી છોડે તે પહેલા ભાનુશાળીએ બારણું બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં હત્યારા અને જયંતિ ભાનુશાળી વચ્ચે હળવી હાથાપાઇ પણ થઇ હતી.

  પોતાની પિસ્તોલ કાઢે તે પહેલા હત્યારાએ ભાનુશાળી પર ગોળી મારી દીધી હતી. પહેલી ગોળી છાતીમાં માર્યા બાદ ત્રણ ગોળી મિસફાયર થઇ હતી. પાંચમી ગોળી ભાનુશાળીની આંખમાં મારવામાં આવી હતી. હત્યારાઓએ ભાનુશાળી પર ટોટલ પાંચ ગોળી છોડી હતી.

 • હત્યારાઓ ગુજરાતી ભાષામાં ભાનુશાળી સાથે ક્ષણિક વાત કરી હતી. ભાનુશાળીની હત્યામાં ગુજરાતી શિખાવ શુટરનો હાથ હોવાનું સામે આવ્યું છે. ગોળી છોડી તેની જાણ ટીટી અને એટેન્ડન્ટની થઇ હતી. હત્યારાઓ ગોળી મારીને ટ્રેનની ચેઇન પુલ કરીને ભાગ્યા હતા. ત્યારે ભાનુશાળીને હત્યા અંગત આદાવતમાં થઇ હોવાનું સામે આવ્યું છે. વાપીની જમીન, કચ્છની ખાણ અને છબિલ પટેલ વિવાદ હત્યાનું કારણ હોઇ શકે છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. મોરબી માળિયા મિયાણા વચ્ચેની આ ઘટના ઘટી હતી. કેટલાંક અજાણ્યાં શખ્સો દ્વારા હત્યા કરાઇ હોવાંની આશંકા સેવાઇ રહી છે. તેઓ જ્યારે ભૂજથી દાદર જઈ રહેલી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતાં. તેવાં સમયે મોડી રાતે અજાણ્યાં શખ્સો દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. તેઓ સયાજીનગરી એક્સપ્રેસમાં મુંબઈ જઈ રહ્યાં હતાં ત્યારે આ હત્યા થઈ હતી.

  હત્યા માટે કટારિયા જ કેમ કરાયું પસંદ?
  ભાનુશાળીની માટે  કટારિયાથી સુરજબારીની ખાડી ક્રોસ કરતા બ્રિજ પર ત્યાં ટ્રેન ધીમી પડે છે. જેથી હત્યારાઓએ આ જગ્યા પસંદ કરી. બીજું કારણ એ પણ છે કે, કટારિયામાં આરોપીઓ ભાનુશાળીની હત્યા કરે તો તેની મદદે પણ કોઈ ન આવી શકે કારણ કે, આ વિસ્તારમાં ખાડી શરૂ થાય છે. તો સુરજબારીથી માળિયા પહોંચતાં ટ્રેનને 20 મિનિટ જેટલો સમય લાગે છે.

  એટલે કે, 20 મિનિટ ભાનુશાળીને મદદ ન મળતા કંઈ પણ થઈ શકે છે. તો કટારિયા આસપાસ દરિયો હોવાંથી ફાયરિંગનો અવાજ પણ દબાઈ શકે છે. એટલું જ નહીં પરંતુ સુરજબારી પુલ પરથી આરોપીઓ નીચે કુદી શકે છે. અહીં ટ્રેન ધીમી પડે છે.

  સાથે-સાથે સુરજબારી આસપાસ ખુલી રેતાળ જમીન છે. તો ખાડીમાં ઓછું પાણી પણ હોય છે. જેથી આરોપીઓ આરામથી અહીં ભાગી શકે છે. એટલે કે આરોપીઓએ જયંતિ ભાનુશાળીની હત્યા માટે પહેલાથી જ પ્લાનિંગ ઘડી કાઢ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here