Thursday, October 28, 2021
Homeજયંતિ ભાનુશાળી જે ટ્રેનમાં સવાર હતા તે કમ્પાર્ટમેન્ટની તસવીરો આવી સામે
Array

જયંતિ ભાનુશાળી જે ટ્રેનમાં સવાર હતા તે કમ્પાર્ટમેન્ટની તસવીરો આવી સામે

બીજેપીના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા અંગે નિવેદન આપતા રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યુ છે કે તેમની હત્યાના ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવશે. બીજી તરફ વિપક્ષે એવો આક્ષેપ લગાવ્યો છે કે જયંતિ ભાનુશાળીની રાજકીય હત્યા કરવામાં આવી છે. વિપક્ષે જયંતિ ભાનુશાળી હત્યા કેસને હરેન પંડ્યા હત્યા કેસ સાથે સરખાવ્યો છે.

કચ્છના બહુચર્ચિત સેક્સ રેકેટ સાથે હત્યાના તાર જોડાયેલા હોવાની આશંકા

આ મામલે કોંગ્રેસે કાયદો અને સુરક્ષા વ્યવસ્થાના મુદ્દે ફરી એક વખત ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કચ્છના બહુચર્ચિત સેક્સ રેકેટ સાથે હત્યાના તાર જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત કરી છે. તો પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો કે ભાજપના મોટા માથાઓએ કચ્છના રણમાં ખાધેલી મીઠી ખારેકના રહસ્યને છૂપાવવા ભાનુશાળીનો ભોગ લેવાયો છે. તો શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે રાજ્યમાં આઇબી જેવી એજન્સીઓનો ઉપયોગ રાજકીય ફાયદા માટે જ કરાતો હોવાથી ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે.

રૂપાણીએ કહ્યું કડક સજા કરાશે

જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર બુધવારે અમદાવાદ ખાતે કરવામાં આવશે. બીજેપીના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા અંગે નિવેદન આપતા રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યુ છે કે તેમની હત્યાના ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવશે. બીજી તરફ વિપક્ષે એવો આક્ષેપ લગાવ્યો છે કે જયંતિ ભાનુશાળીની રાજકીય હત્યા કરવામાં આવી છે. વિપક્ષે જયંતિ ભાનુશાળી હત્યા કેસને હરેન પંડ્યા હત્યા કેસ સાથે સરખાવ્યો છે. જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર બુધવારે અમદાવાદ ખાતે કરવામાં આવશે.

ભત્રિજાએ નોંધાવી ફરિયાદ

જયંતિ ભાનુશાળીની હત્યા મામલે પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ભાજપના નેતા છબીલ પટેલ અને તેના પુત્ર, જયંતિ ઠક્કર અને સિદ્ધાર્થ તથા મનીષા ગોસ્વામી વિરૂદ્ધ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ જયંતિ ભાનુશાળીના ભત્રીજાએ કરી છે. જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ છબીલ પટેલનો હાથ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જયંતિ ભાનુશાળીના પરિવારનો આક્ષેપ છે કે, છબીલે ધમકી આપી સાડા ત્રણ કરોડની ખંડણી માગી હતી. છબીલ પટેલે હત્યા પુના અને નાસિકની ગેંગ દ્વારા કરાવી છે. ભાવુ અને સુરજીતસિંહ નામના શખ્સો આ ગેંગમાં સક્રિય છે.

રેલવે પોલીસે પંચનામું કર્યુ

જયંતિ ભાનુશાળી હત્યા મામલે રેલવે પોલીસે કોચમાં પંચનામું કર્યું છે. એફએસએલ તરફથી સેમ્પલ લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હત્યામાં વપરાયેલી બુલેટ 7.6 એમએમની હોવાનું અનુમાન છે. પોલીસે એવું અનુમાન લગાવ્યું છે કે કોન્ટ્રાક્ટ કિલર કે પછી શાર્પશૂટરોએ હત્યાકાંડને અંજામ આપ્યો છે. આ મામલે એટીએસ, રેલવે પોલીસ, સીઆઈડ ક્રાઇમ અને ક્રાઇમ બ્રાંચની ટીમો તપાસ કરી રહી છે. આ માટે ભુજથી માળિયા સુધી ટ્રેન સ્ટોપિંગના સીસીટીવી લેવાયા છે. ટ્રેનમાં સવાર લોકોની યાદી પણ મંગાવવામાં આવી છે. જયંતિ ભાનુશાળીની સયાજી નગરી(19116) ટ્રેનના એસી કોચમાં સવાર હતા. તેઓ એચ-1 કોચમાં હતા. હત્યાની જાણ થયા બાદ ટ્રેનને માળિયા ખાતે અટકાવી દેવામાં આવી હતી. યોગ્ય તપાસ બાદ ટ્રેનને મુંબઈ માટે રવાના કરી દેવામાં આવી હતી. અમદાવાદ ખાતે જયંતિ ભાનુશાળી સવાર હતા તે કોચને અલગ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ તપાસ આદરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments