જયંતિ ભાનુશાળી હત્યા મામલે મોટો ખુલાસો, બે શખ્સોનાં નામ આવ્યાં સામે

0
113

 • CN24NEWS-11/01/2019
 • જયંતિ ભાનુશાળીની હત્યા મામલે પોલીસને મહત્વની વિગતો મળી આવી છે. જેમાં જ્યંતિ ભાનુશાળીની હત્યામાં 2 શખ્સો સંકળાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર મામલે રી-કન્સ્ટ્રકશન દરમ્યાન ખુલાસો થયો હતો.જેમાં કોચ અટેન્ડન્ટનો શખ્સો સાથે ચૈન પુલિંગ વખતે ઝઘડો થયો હોવાંની માહિતી મળી હતી. મહત્વનું છે કે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. જેમાં રેલ્વેનાં અટેન્ડન્ટ સહિત અન્ય સ્ટાફને પણ સાથે રાખવામાં આવ્યો હતો.

  ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. મોરબી માળિયા મિયાણા વચ્ચેની આ ઘટના ઘટી હતી. કેટલાંક અજાણ્યાં શખ્સો દ્વારા હત્યા કરાઇ હોવાંની આશંકા સેવાઇ રહી છે.

  તેઓ જ્યારે ભૂજથી દાદર જઈ રહેલી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતાં. તેવાં સમયે મોડી રાતે અજાણ્યાં શખ્સો દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. તેઓ સયાજીનગરી એક્સપ્રેસમાં મુંબઈ જઈ રહ્યાં હતાં ત્યારે આ હત્યા થઈ હતી.

  CN24NEWSનો ભાનુશાળીની હત્યાને લઇને સૌથી મોટો ખુલાસોઃ
  મહત્વનું છે કે ભાનુશાળીની હત્યા અંગત અદાવતમાં જ થઇ હોવાનાં પુરાવા મળી આવ્યાં છે. હત્યારાએ દરવાજો ખખડાવતા બંધ કમ્પાર્ટમેન્ટ ભાનુશાળીએ ખોલ્યું હતું.

  હત્યારાઓએ જયંતિ ભાનુશાળી મધરાતે ઊંધમાંથી ઉઠાડ્યાં હતાં. બારણું ખોલતાં જ ભાનુશાળીને હત્યા કરવા આવ્યાની જાણ થઇ હતી. હત્યારાઓ ગોળી છોડે તે પહેલા ભાનુશાળીએ બારણું બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં હત્યારા અને જયંતિ ભાનુશાળી વચ્ચે હળવી હાથાપાઇ પણ થઇ હતી.

  પોતાની પિસ્તોલ કાઢે તે પહેલા હત્યારાએ ભાનુશાળી પર ગોળી મારી દીધી હતી. પહેલી ગોળી છાતીમાં માર્યા બાદ ત્રણ ગોળી મિસફાયર થઇ હતી. પાંચમી ગોળી ભાનુશાળીની આંખમાં મારવામાં આવી હતી. હત્યારાઓએ ભાનુશાળી પર ટોટલ પાંચ ગોળી છોડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here