Saturday, October 23, 2021
Homeજયંતી ભાનુશાળીના સહપ્રવાસી અને સાક્ષી પવન મોરેની નાની બેગ હત્યારાઓ લઈ ગયા!
Array

જયંતી ભાનુશાળીના સહપ્રવાસી અને સાક્ષી પવન મોરેની નાની બેગ હત્યારાઓ લઈ ગયા!

અમદાવાદ: અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં એક માત્ર સાક્ષી એવા સહપ્રવાસી પવન મોરેની રેલવે એસઆઈટી દ્વારા પૂછપરછ કરાઈ રહી છે. પવન મોરેની એક બેગ ઘટના દરમિયાન ગાયબ થઈ હોવાનું બહાર આવ્યું છે. પવન મોરેની એક કાળી બેગ જેમાં જરૂરી કાગળો, એર ટિકિટ અને ક્રેડિટ કાર્ડ હતાં. બેગ હત્યારાઓ લઈ ગયા કે પછી અન્ય કોઈ લઈ ગયું તે સવાલ ઊભા થઇ રહ્યા છે.

ભુજ દાદરની સયાજી નગરી ટ્રેનમાં ગાંધીધામથી H1 કોચમાં G21 નંબરની સીટમાં બેઠો હતો. ગાંધીધામથી ટ્રેન ઉપડ્યા બાદ ટી ટી આવ્યો હતો. ટી ટીએ ટિકિટ ચેક કરી હતી. બાદમાં તેમને દરવાજો બંધ કરી દીધો હતો અને તેની નિયમિત દવા લઈ ઉપરની સીટમાં સુઈ ગયા હતા.

એસી કોચ H1માં કોચ એટેન્ટડન્ટ વિમલ પ્રસાદ સાલ્વે, અન્ય એક કોચ એટેન્ટડન્ટ અને એસી મિકેનિક તરીકે બબલુ મીણા હાજર હતા. આ લોકોએ ફાયરિંગનો અવાજ પણ સાંભળ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાનુશાળીની હત્યા બાદ સહપ્રવાસી પવન મોરે, કોચ એટેન્ટડન્ટ અને એસી મિકેનિકને હત્યારાઓએ મારી નાખવાની ધમકી આપી ડરાવ્યાં હતા. ટ્રેન ઊભી રહી ત્યાં સુધી તેઓ કોચમાં જ હતા. પોલીસ પવન મોરેની સઘન પૂછપરછ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments