જયંતી ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલનો હાથ, CID ક્રાઈમનો ઘટસ્ફોટ

0
189

અમદાવાદ: ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ અને મનીષા પટેલ જવાબદાર હોવાનો ઘટસ્ફોટ સીઆઈડી ક્રાઈમે કર્યો છે. 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જો કે આ કેસમાં શાર્પશૂટરો હજુ પોલીસ પકડથી દૂર છે.

CID ક્રાઈમના એડીજીપી અજય તોમરે કરેલા દાવા

છબીલ પટેલ હત્યામાં સામેલ

ભાનુશાળી સાથે મનીષા ગોસ્વામીના મતભેદો હત્યાનું કારણ બન્યા
છબીલ પટેલ 25 ડિસેમ્બરે હત્યારાઓને લઈને કચ્છના ફાર્મહાઉસ પહોંચ્યા હતા
ફાર્મ હાઉસમાં જ હત્યાનું ષડયંત્ર ઘડાયું
2 જાન્યુઆરીએ છબીલ મસ્કત જવા રવાના થયા
મનીષા કચ્છમાં જ રોકાઈ
નીતિન પટેલ અને વસંત પટેલ
શશીકાંત કાંબલે 15 ગુના અને શેખ અસરફ નરોડામાં 4 ગુના ધરપકડ
ગુજરાત અને રાજ્ય બહાર શોધખોળ
મનીષા ગોસ્વામી અમારી કસ્ટડીમાં નથી
તપાસમાં એક મોબાઈલ મળ્યો
છબીલ પટેલને પકડવા માટે ઈન્ટપોલની મદદ લેવાશે

17 દિવસ બાદ સફળતા

8 જાન્યુઆરીએ સયાજીનગરી એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ H-1 કોચમાં ભાનુશાળીને બે ગોળી મારીને હત્યા કરાઈ હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ અને રેલવેની ટીમો તપાસ આરંભી હતી. 17 દિવસ બાદ પોલીસે સત્તાવાર રીતે બે આરોપીઓની ધરપકડ બતાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here