Tuesday, December 7, 2021
Homeજયંતી ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલ-મનીષા ગોસ્વામીનો હાથ: CID ક્રાઈમ
Array

જયંતી ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલ-મનીષા ગોસ્વામીનો હાથ: CID ક્રાઈમ

અમદાવાદ: ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી જવાબદાર હોવાનો ઘટસ્ફોટ સીઆઈડી ક્રાઈમે કર્યો છે. આ હત્યા કેસમાં 2 આરોપી- નીતિન પટેલ અને રાહુલ પટેલની પોલીસે ધરપકડ કરી છે. જો કે આ કેસમાં મુખ્ય શાર્પશૂટર સુરજીત ભાઉ હજુ પોલીસ પકડથી દૂર છે. સીઆઈડી ક્રાઈમે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે કચ્છ સ્થિત છબીલ પટેલના ફાર્મહાઉસમાં 25 ડિસેમ્બરે 2 શાર્પશૂટર આવ્યા હતા અને ત્યાં જ મર્ડરનું કાવતરું ઘડાયું હતું.

CID ક્રાઈમના એડીજીપી અજય તોમરે કરેલા દાવા

છબીલ પટેલ હત્યામાં સામેલ

ભાનુશાળી સાથે મનીષા ગોસ્વામીના મતભેદો હત્યાનું કારણ બન્યા
છબીલ પટેલ 25 ડિસેમ્બરે હત્યારાઓને લઈને કચ્છના ફાર્મહાઉસ પહોંચ્યા હતા
ફાર્મ હાઉસમાં જ હત્યાનું ષડયંત્ર ઘડાયું
2 જાન્યુઆરીએ છબીલ મસ્કત જવા રવાના થયા
મનીષા 3થી 6 જાન્યુઆરી કચ્છમાં જ રોકાઈ હતી
આરોપી નીતિન પટેલ અને રાહુલ પટેલ ઝડપાયા
મહારાષ્ટ્રમાં શશીકાંત કાંબલે પર 15 અને શેખ અસરફ પર 4 ગુના
બંનેની ગુજરાત અને રાજ્ય બહાર શોધખોળ
મનીષા ગોસ્વામી અમારી કસ્ટડીમાં નથી
તપાસમાં એક મોબાઈલ મળ્યો
છબીલ પટેલને પકડવા માટે ઈન્ટપોલની મદદ લેવાશે

17 દિવસ બાદ સફળતા

8 જાન્યુઆરીએ સયાજીનગરી એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ H-1 કોચમાં ભાનુશાળીને બે ગોળી મારીને હત્યા કરાઈ હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ અને રેલવેની ટીમો તપાસ આરંભી હતી. 17 દિવસ બાદ પોલીસે સત્તાવાર રીતે બે આરોપીઓની ધરપકડ બતાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments