જયંતી ભાનુશાળી ફેક આઈડી પર અમદાવાદ આવતા હતા, ફોટો તેમનો અને નામ-એડ્રેસ અન્યના

0
62

અમદાવાદઃ ભાજપ ના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસના એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં કરાયેલી હત્યામાં નવો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ જયંતી ભાનુશાળી પાસેથી ફેક આઈડી કાર્ડ મળી આવ્યું છે. તેમની પાસે રહેલા આઈડી કાર્ડમાં ફોટો તેમનો હતો પરંતુ નામ અને એડ્રેસ અન્ય વ્યક્તિના છે.

શૂટર્સ રેલવે સ્ટેશન આવ્યા અને તે જ ટ્રેનના અન્ય કોચમાં ચડ્યા

પોલીસને અન્ય વ્યક્તિનું આધાર કાર્ડ પણ મળ્યું

ઈન્વેસ્ટિગેશન ટીમમાં રહેલા એક પોલીસ કર્મીએ જણાવ્યું કે, અમે આઈડી કાર્ડની તપાસ કરી રહ્યા છીએ. અહીં ખાસ વાત તો એ છે કે ભાનુશાળી જે H1 કોચના G કુપેમાં ટ્રાવેલ કરી રહી હતી, તેમાંથી પોલીસને મનિષ નંદા નામના વ્યક્તિનું ભાયંદર મુંબઈના એડ્રેસનું આધાર કાર્ડ મળી આવ્યું છે.

પોલીસે જણાવ્યું કે, તેમને શંકા છે કે ભાનુશાળી ભૂજના જે પ્રોગ્રામમાં હાજરી આપી આવી રહ્યા હતા ત્યાંથી જ હત્યારાઓ તેમનો પીછો કરી રહ્યા હતા.

હત્યારાઓ વેસ્ટીબ્યુઅલ દ્વારા AC કોચમાં ઘૂસ્યા

તપાસ અધિકારી મુજબ, શૂટર્સ રેલવે સ્ટેશન આવ્યા અને તે જ ટ્રેનના અન્ય કોચમાં ચડીને વેસ્ટીબ્યુઅલ દ્વારા AC કોચમાં ઘૂસ્યા અને ટ્રેને ચાલવાનું શરૂ ન કર્યું ત્યાં સુધી ટોઈલેટમાં છુપાઈ રહ્યા. શૂટર્સે ત્યારબાદ દરવાજો ખખડાવ્યો અને ભાનુશાળીએ અન્ય કોઈ યાત્રી હોવાનું માનીને દરવાજો ખોલ્યો. બાદમાં તેમણે ફાયરિંગ કર્યું.

પાંચ ફાયરિંગમાં બે રાઉન્ડ મિસફાયર થયા અને બે વાગ્યા

પોલીસે કહ્યું કે, બે શંકાસ્પદ શૂટર્સે પાંચ વખત ફાયરિંગ કર્યું. તેમાંથી એક શોટ મિસ થયો, બે રાઉન્ડ મિસફાયર થયા અને બે ભાનુશાળીને વાગ્યા, એક છાતીમાં અને બીજો ડાબી આંખ પર, જેના કારણે તેઓ સ્થળ પર જ મૃત્યુ પામ્યા.

મુસાફરોએ હત્યારાઓને જોયા હોવાનો દાવો કર્યો

કોચના અન્ય મુસાફરો અને ટીટીએ જણાવ્યું મુજબ, તેમણે ફાયરિંગનો અને ચેઈન પુલિંગ બાદ દરવાજા તરફ કોઈના દોડવાનો અવાજ સાંભળ્યો હતો. કેટલાક મુસાફરોએ હત્યારાઓને જોયા હોવાનો દાવો કર્યો છે. અમે તેમના વર્ણનના આધારે સ્કેચ તૈયાર કરી રહ્યા છીએ જેથી તેને પકડવામાં મદદ થશે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here