Saturday, October 23, 2021
Homeજયંતી ભાનુશાળી હત્યા કેસ, છબીલ સાથે સમાધાનમાં મધ્યસ્થી બનેલા મનજી બાપુની પૂછપરછ...
Array

જયંતી ભાનુશાળી હત્યા કેસ, છબીલ સાથે સમાધાનમાં મધ્યસ્થી બનેલા મનજી બાપુની પૂછપરછ થશે

અમદાવાદઃ જયંતી ભાનુશાળી હત્યા મામલે પોલીસ રાતાતળાવ ગામના વતની અને ભાનુશાળી સમાજના સામાજિક અગ્રણી મનજી બાપુ(મનજી ખીયશી ભાનુશાળી)ની પણ પૂછપરછ કરી શકે છે. મનજી બાપુએ થોડા સમય પહેલા છબીલ પટેલ અને જયંતી ભાનુશાળી સાથે સમાધાન કરાવ્યું હોવાની ચર્ચા ચાલી હતી. જયંતી ભાનુશાળી ભૂજથી અમદાવાદ આવતાં પહેલાં પણ તેઓ મનજી બાપુને મળીને નીકળ્યા હોવાની જાણવા મળેલી હકીકતોને ધ્યાનમાં લઇને સીઆઇડી ક્રાઇમ તેમની પણ પૂછતાછ કરશે.

મનિષા ગોસ્વામી ખંડણી પ્રકરણમાં મનજીબાપુ મધ્યસ્થી હતા

થોડા મહિના પહેલા સુરતમાં જયંતી ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ થઈ હતી. ત્યાર બાદ પૂર્વ ધારાસભ્ય અને જયંતી ભાનુશાળીના રાજકીય હરિફ છબીલ પટેલ વચ્ચેની રાજકીય દુશ્મનાવટ બહાર આવી ગઈ હતી અને થોડા સમયમાં જ છબીલ સામે પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ એક કાર્યક્રમમાં મનજી બાપુએ મનિષા ગોસ્વામી અને સુનિલ ભાનુશાળી વચ્ચેના ખંડણી પ્રકરણમાં જયંતી ભાનુશાળી અને છબીલ વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

રાજકીય અદાવતમાં હત્યાઃ મનજી બાપુ

જયંતી ભાનુશાળીના હત્યા બાદ મનજી બાપુએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ. તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે રાજકીય અદાવતમાં આ હત્યા કરાઈ છે. જયંતિ ભાનુશાળીની હત્યાથી સમાજ ખૂબ દુઃખી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments